આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકનું યુસીસીને સિધાંતિક સમર્થનના નિવેદનથી આદીવાસીઓમાં રોષ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમી પાર્ટીના નાંદોદ વિધાનસભા ના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા નુ રાજીનામુ

કેન્દ્ર સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા કાયદાને દેશભરમાં લાગુ કરવાની દિશામાં કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાવતા તેના પ્રત્યા કરતો મુસ્લિમ સમાજ આદિજાતિ સમાજ શિક્ષણ સમાજ સહિત સમાજમાં મોટા પ્રમાણમાં પડી રહ્યા છે.

આમ આદમી પાર્ટી ના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકે સમાન નાગરિક સંહિતાના મામલે આ કાયદાને પાર્ટીનો સિદ્ધાંતિક રીતે સમર્થન આપવાનો નિવેદન કરતા આમ આદમી પાર્ટી માં પણ આદિવાસી સમાજમાં તેઓના આ સ્ટેટમેન્ટના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે નર્મદા જિલ્લાની નાદોદ વિધાનસભા ની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા એ પોતાની પાર્ટીના પ્રદેશ પ્રભારીએ સમાન નાગરિક સંહિતાને સિદ્ધાંતિક રીતે સમર્થન આપવાનું જાહેર કરતા આમ આદમી પાર્ટીમાંથી પોતાનું રાજીનામું આપ્યું હોવાનું ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

ડોક્ટર પ્રફુલ વસાવાએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતાના મામલે આમ આદમી પાર્ટી સરકારની સાથે છે કે વિરોધમાં છે તે ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકના નિવેદન ઉપરથી સ્પષ્ટ થતું હોય પોતે આદિવાસી સમાજના હિતેચ્છુ હોય સમાજને કોઈપણ જાતનું નુકસાન થાય એ સાખી લેવામાં નહીં આવે અને સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસી સમાજ માટે તેમના રીતિ રિવાજો માટે ભારે નુકસાનકારક હોય અને પોતે રાજીનામું આપવાનો નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here