બોડેલી BAPS આઈ.ટી.આઇ.માં એડમિશનનો અંતિમ રાઉન્ડ શરૂ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આઈ.ટી.આઈ.માં પ્રવેશ લેવા ઈચ્છુક એસ.ટી. વિધાર્થીઓ માટે ફ્રી પ્રવેશ

સ્વનિર્ભર BAPS આઈ.ટી.આઈ. બોડેલી (સરકાર માન્ય) ખાતે વિવિધ વ્યવસાયિક તાલીમ કોર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છુક એસ.ટી. વિધાર્થીઓ માટે ફ્રી પ્રવેશ. સંસ્થા ખાતે વિવિધ કોર્સમાં સત્ર-૨૦૨૩ માટે ઓનલાઈન એડમિશનનો અંતિમ રાઉન્ડ તા. ૨૩-ઓગસ્ટ થી (ટૂંક સમય માટે) ચાલુ છે. સંસ્થા ખાતે વિવિધ વ્યવસાયિક તાલીમી કોર્ષમાં પ્રવેશ લેવા ઇચ્છુક ધોરણ ૭ થી ૧૦ પાસ આઉટ વિધાર્થીઓ માટે ફિટર, ઇલેક્ટ્રિશીયન, વેલ્ડર, કોપા અને આર્મેચર મોટર રીવાઈન્ડિંગ / કોઈલ વાઈન્ડર, પ્લમ્બિંગ આસિસ્ટન્ટ, મેન અને વુમેન ગારમેન્ટ મેકિંગ, ટેલિફોન મોબાઇલ ફોન રિપેરિંગ ટ્રેડના ૬ માસ, એક વર્ષ અને બે વર્ષના કોર્ષ ચાલે છે. વિધાર્થીઓ માટે બસ પાસ, શિષ્યવૃત્તિ અને તાલીમ બાદ ૧૦૦ ટકા રોજગાર માટે સહાયરૂપ છે. સંસ્થા ખાતે ઓનલાઈન ફોર્મ મફત ભરી અપાશે. પ્રવેશ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર સાથે બી. એ. પી. એસ સ્વામિનારાયણ મંદિર કેમ્પસ, ચાચક, મુ.પો. તા. બોડેલી, જિ. છોટાઉદેપુર ખાતે રૂબરૂ મળવું તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here