બોડેલીના તાંદલજા ગામેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને ૩૦,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

મળતી વિગતો મુજબ આજ રોજ બોડેલી પોલીસ બોડેલી તાલુકા ના વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે તાંદલજા વડના ઝાડ પાસે કેટલા ઈસમો પતા પાના થી હાર જીત નો જુગાર રમી રહ્યા છે પોલીસે બાતમી ના આધારે વિસ્તાર ને કોર્ડન કરી રેડ કરતા પતા પાના થી જુગાર રમતા ત્રણ ઈશમો ઝડપાઈ ગયા હતા જેમાં શૈલેષભાઈ સોમાભાઈ તડવી.રહે તાંદલજા તા બોડેલી , પ્રકાશભાઈ છગનભાઈ તડવી.રહે તાંદલજા તા બોડેલી ,હર્ષદભાઈ પ્રતાપ ભાઈ પટેલ રહે આજવા રોડ કમલા નગર વડોદરા ,જયારે એક પોલીસ ને ચકમો આપી ફરાર ઈશમ જમાલ ભાઈ ગુલાબ ભાઈ નાયક રહે. તાંદલજા તા બોડેલી , તેઓ પાસેથી દાવ પર રોકડા ૧૨૦૫૦, અંગજડતી ના ૧૩.૦૦૦. મોબાઈલ ૧ નંગ કિંમત ૫.૦૦૦,મળી કુલ ૩૦,૦૫૦ નો મુદામાલ બોડેલી પોલિસે કબ્જે કરી ચાર વિરિદ્ધ જુગાર ધારા કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here