કાલોલની અમૃત વિદ્યાલયમાં ફી બાબતે વાલીઓએ રજૂઆત કરતા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાની અંગ્રેજી માધ્યમની અમૃત વિદ્યાલય દ્વારા લોકડાઉન બાદ વાલીઓને મેસેજ દ્વારા, ફોન દ્વારા, સર્ક્યુલર દ્વારાથી ફી ભરી જવાના સંદેશા મોકલતા આ ઉપરાંત બંધ સ્કૂલમાં પણ લાઇબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી, યોગા ફી, લંચ ફી ભરવાનો દૂરાગ્રહ રાખતા આ ઉપરાંત જો ફી નહીં ભરવામાં આવે તો એડમિશન હોલ્ડ કરી દેવામાં આવશે, ઓનલાઇન ક્લાસમાં ભાગ નહી લેવા દેવામાં આવે. તે પ્રકારના મેસેજ આવતા સરકારના ફી માટે વાલીઓ ઉપર દબાણ નહી કરવાના આદેશોની ધરાર અવગણના કરતા આ ઉપરાંત વર્ષો વર્ષ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના આડેધડ ફી વધારો કરતા. આ શાળામાં વાલી મંડળનું કોઈ પ્રતિનિધિ મંડળ પણ બનાવવામાં આવેલ નથી અને ફી નિયંત્રણ કમિટી દ્વારા નક્કી કરેલ ફી ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી વધારે ફી લેતા વાલીઓએ શાળાને ગત સોમવારે આવેદનપત્ર આપ્યું જેની નકલ શિક્ષણ વિભાગ પંચમહાલને મોકલતા શિક્ષણ વિભાગ હરકતમાં આવેલ અને શુક્રવારે સવારે કાલોલ બી.આર.સી.ભવનમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી 20 -20 ના ગ્રુપમાં વાલીઓને બોલાવી વાલીઓના નિવેદન તથા પુરાવા મેળવવાની કાર્યવાહી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ ગોધરા તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ગોધરા દ્વારા કરવામાં આવી હતી. જેમાં ૭૫ જેટલા વાલીઓએ પોતાના નિવેદનો તથા પુરાવા અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. સદર નિવેદનોમાં વાલી દ્વારા ફી નિયંત્રણ કમિટીના હુકમની નકલ પણ રજૂ કરવામાં આવી હતી અને શાળા કમિટીના હુકમ કરતાં વધુ નાણાં લેતા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. વાલીઓના નિવેદનો મેળવ્યા બાદ અધિકારીઓ વિવાદિત અમૃત વિદ્યાલયના સંચાલકોના જવાબો લેવા માટે રવાના થયા હોવાનું જાણવા મળેલ છે ત્યારે કાલોલના વાલીઓને વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ન્યાય મળશે ખરો.


એક તરફ વાલીઓના નિવેદનો નોંધાવવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે શાળા તરફથી ડહાપણની દાઢ ફૂટી હોય તેમ કે પછી સરકારની કાર્યવાહીના ડરથી વાલીઓના મોબાઈલ પર શુક્રવારે સર્ક્યુલર મોકલવામાં આવેલો જેમાં ફી માટે અસમર્થ વાલીઓએ અરજી કરવા તથા રૂબરૂ મળવા હપ્તા કરી આપવા તથા વાલીઓએ પોતાના બાળકના પ્રવેશ પરત ખેંચી લેવા જેવા વિકલ્પો આપ્યા હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here