બોડેલી : 2019 માં વિવાદોમાં ઘેરાયેલી સંગમ હોસ્પિટલના ડોકટર વિરૂદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર

બોડેલી,(છોટાઉદેપુર)
ઇમ્તિયાઝ મેમણ

બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી સંગમ હોસ્પિટલ ખાતે વિસાડી ગામની સગર્ભા મહિલાને ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી ત્યાર બાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પણ બ્લડીગ ચાલુ રહેતા તેણીનું ફરી ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું આ ઘટના ૨૦૧૯ ના સપ્ટેમ્બર મહિનામાં બની હતી સમગ્ર ઘટનાને લઈ મહિલાના પતિએ ડોકટર વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

મહિલાના પતિએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તા .૨૨- ૦૯ -૨૦૧૯ ના રોજ સાંજના સાડા છ વાગે નિમિષા ઉ.વ .૨૮ સગર્ભા હોવાથી પેટમાં દુઃખાવો થતા ડીલીવરી માટે તેને પ્રથમ જબુગામ સરકારી દવાખાને દાખલ કરેલ અને ત્યાં તેને તા .૨૫ / ૦૯ / ૨૦૧૯ સુધી રાખેલ ત્યાર બાદ ડોક્ટરએ જણાવેલ કે હજુ દશ દિવસ બાકી છે તમે દશ દિવસ પછી આવજો તેમ કહી દવા ગોળી આપીને રજા આપેલ જેથી જબુગામ દવાખાનેથી ઘરે લઈ ગયેલ અને મારી પત્નીની પહેલેથી સારવાર સંગમ હોસ્પીટલમાં ચાલતી હોવાથી બીજા દિવસે તા .૨૬ / ૦૯ / ૨૦૧૯ ના રોજ સવારના સાડા અગિયારેક વાગે સંગમ હોસ્પીટલમાં બતાવવા માટે આવેલ ત્યારે સંગમ હોસ્પિટલના ડોકટર ધર્મેશ ગબાણીને મળતા તેમણે સોનોગ્રાફી કરવાનું જણાવતા સોનોગ્રાફી કરાવી રીપોર્ટ આવતા ડો.ધર્મેશ ગબાણીએ કહેલ કે પેટમાં બાળક મૃત્યુ પામેલ છે તેને તાત્કાલીક બે કલાકમાં સીઝર કરવું પડશે તેમ જણાવીને સીઝર કરવા લઈ ગયેલ અને સીઝર કરતા છોકરો જીવતો નીકળ્યો તેમજ નિમિષાને બ્લડીગ ચાલુ રહેતા આઈસીયુ રૂમમાં દાખલ કરવામાં આવેલ ત્યાર બાદ જણાવેલ કે ચાર લોહીના બોટલોની જરૂર છે તમો ચાર લોહીના બોટલોની વ્યવસ્થા કરો જેથી અમોએ તાત્કાલીક ચાર લોહીના બોટલોની વ્યવસ્થા કરેલ અને મારી પત્નીને બ્લડીંગ બંધ થયેલ નહિ જેથી તા .૨૮ / ૦૯ / ૨૦૧૯ ના રોજ ફરીથી ડોકટર ધર્મેશ ગબાણીએ સીઝર ખોલીને ઓપરેશન કરેલ અને બીજા ચાર લોહીના બોટલોની વ્યવસ્થા કરવાનું જણાવતા ચાર બોટલની વ્યવસ્થા કરેલ અને ઓપરેશન બાદ પણ બ્લડીંગ ચાલુ રહેલ ત્યાર બાદ તા .૨૯ / ૦૯ / ૨૦૧૯ ના રોજ સાંજના ફરી ડોકટર ધર્મેશ ગબાણી જણાવેલ કે તમારી પત્નીની એક કીડની ડેમેજ થયેલ છે ડાયાલીસીસ કરવું પડશે ત્યાર બાદ તા .૩૦ / ૦૯ / ૨૦૧૯ ના રોજ સાંજના સમયે ડોકટર ધર્મેશ ગબાણીએ ફરી મને જણાવેલ કે બંને કિડની ફેલ થઈ ગયેલ છે . તેને ડાયાલીસીસ કરવાથી સારૂ થઈ જશે ત્યાર બાદ થોડા સમય બાદ ફરી મને ડોકટરએ જણાવેલ કે તમારી પત્નીનું લીવર પણ ફેલ થઈ ગયેલ છે ત્યાં કીડનીના સ્પેશિયાલીસ્ટ ડોકટર હોય જેથી ત્યાં જ સારવાર ચાલુ રાખેલ અને નિમિષાને આઈસીયુ વોર્ડમાં દાખલ રાખેલ. ત્યાર બાદ મારી પત્નિની કીડનીની સારવાર ચાલુ કરેલ તે દરમ્યાન પ્લાઝમાં મીન બહારથી મંગાવવાનું હોવાથી રૂપીયા -૧૬,૦૦૦ ભરવાનું કહેતા ભરી દિધેલ અને ડાયાલીસીસની સારવાર ચાલુ રાખેલ અને તા .૦૫ / ૧૦ / ૨૦૧૯ ના રોજ અન્ય એક ડોક્ટરએ મને તેઓની ઓફિસમાંની આજુબાજુ બોલાવીને કહેલ કે તમારી પત્ની મરણ ગયેલ છે 

સંગમ હોસ્પિટલના ડોકટરની બેદરકારીના કારણે સગર્ભાનું મોત : પતિએ ડોકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા સહિત જિલ્લામાં ચકચાર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here