રાજપીપળામાં ગૃહ મંત્રી અમિત શાહના આગમનનાં પગલે ગરીબોની રોઝીરોટી છીનવાઈ..!!!

રાજપીપળા, (નર્મદા)આશિક પઠાણ :-

ભાજપા ઉમેદવારના પ્રચાર અર્થે યોજાનાર રોડ શૉ માટે નગર મા લારી ગલ્લા ઓ સંપુર્ણ પણે બંધ કરાવાયા

રાજપીપળા એસ ટી ડેપો ઉપર પણ લારી ગલ્લા બંધ રહેતાં માલિકો સહિત મુસાફરો પણ નારાજ

રાજ્ય વિધાનસભા ની ચુંટણી નર્મદા જીલ્લા માં તા 1 લી ડિસેમ્બર ના રોજ યોજાનાર છે ત્યારે ભાજપા એ નર્મદા જીલ્લા ની બે બેઠકો 148 નાંદોદ અને 149 ડેડિયાપાડા વિધાનસભા બેઠક ઉપર પોતાનાં ઉમેદવાર તરીકે નવા ચેહરા ઉપર દાવ રમતા તમામ પાસાઓ ઉંધા મોઢે પડ્યા છે, નાંદોદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના આદિજાતી મોર્ચા ના પ્રદેશ પ્રમુખ અને માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા એ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે તેઓ એક સબળ ઉમેદવાર તરીકે લોક ચાહના મેળવી રહયાં છે, જ્યારે ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર નવા ઉમેદવાર ને મેદાન મા ઉતારેલ હોય ને જુના જોગીઓ અને ભાજપા ના આદિવાસી વિસ્તારોમાં પાયા નાખનાર આગેવાનો ની અવગણના થતાં ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર હકીકત ભાજપા પાસે પોતાનાં માધ્યમો દ્વારા પ્હોંચી હોય આદિવાસી વિસ્તારોમાં બેઠકો કબજે કરવા ધમપછાડા થયી રહયાં છે, ડેડિયાપાડા ખાતે ગૃહ મંત્રી અમિત શાહે રેલી કર્યાં બાદ આજરોજ નર્મદા જીલ્લા ના રાજપીપળા ખાતે પણ રોડ શો કરી રહ્યા છે.

નર્મદા જીલ્લા માં રાજ્ય સરકાર ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પણ ધામા નાખીને ડેમેજ કન્ટ્રોલ કરવા નો પ્રયત્ન કર્યો છે આ બધા વચ્ચે પિસવવાનું આમ જનતા અને ગરીબ લારી ગલ્લા વાડાઓ ને આવી રહ્યું છે, રાજપીપળા માં બપોરે ત્રણ કલાકે અમિત શાહ ના રોડ શો માટે એસ ટી ડેપો પાસે ઉભી રહેતી તમામ લારી ગલ્લા ઓ સવાર થીજ બંધ કરવાના ફરમાન પોલીસ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા હતા, જેથી રોજ કમાઈ ને રોઝ ખાતા ગરીબ લારી ગલ્લા વાળા મા તેમજ મુસાફરી કરતા મુસાફર ને ચા નાસ્તા ની તકલીફ ભોગવવી પડી હતી જેથી ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. રાજપીપળા નગર મા પણ ઠેરઠેર લારી ગલ્લા બંધ કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here