ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે તિલકવાડાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં હેન્ડવોશિંગ ડે ની ઉજવણી કરવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને જન સમુદાય સુધી પહોંચાડવા માટે બીજી ઓક્ટોમ્બર ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે તિલકવાડાં તાલુકાના વિવિધ સ્થળો પર હેન્ડવોશિંગ ડે ની ઉજવણી કરવામાં આવી હેન્ડવોશિંગ ડે ની ઉજવણી અંતર્ગત તિલકવાડાં તાલુકાના તિલકવાડાં.ઉતાવળી.વધેલી. સાવલી.રેંગણ.અલ્વા.સહિત 12 જેટલા ગામોની શાળાઓમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને દરેક સ્થળ પર ઉપસ્થિત રહેલી મહિલાઓ દ્વારા એક સાથે હેન્ડવોશિંગ ના સાત સ્ટેપ સાથે હાથ ધોવામાં આવ્યા અને વાઇરસ.ઝાડાં.બેક્ટેરિયા સહિત અન્ય કેટલીક બીમારીઓ થિ બચવા માટે હાથ ધોવાનું મહત્વ સમજાવામાં આવ્યું, આ પ્રોગ્રામ માં ઉપસ્થિત તમામ મહિલાઓને સ્વચ્છતા ને લગતા સાબુ.માસ્ક કીટ.અને પ્રમાણપત્ર સહિત અન્ય કેટલીક વસ્તુઓ નું વિતરણ કરવામાં આવ્યું આ પ્રોગ્રામ માં ઉપસ્થિત મહિલાઓ એ મુખ્યમંત્રી શ્રી ની વાતચીત પર કરવામાં આવેલું લાઈવ પ્રસારણ નો લાભ ઉઠાવ્યો, આ પ્રોગામ માં તિલકવાડાં તાલુકાના ટી. ડી.ઓ ચાવડા સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસાથિત રહ્યા હતા તેમજ આરોગ્ય. શિક્ષણ.પંચાયત.વિભાગના અધિકારીશ્રીઓ.કર્મચારીશ્રીઓ.આ કાર્યક્રમ માં સહયોગી બનીને ઉત્સાહભેર ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here