બોડેલી : સુફી ઇસ્લામીક બોર્ડના કાર્યકર્તાઓએ વસીમ રિજવીના પૂતળાનું દહન કરી ”વસીમ રિજવીકો ફાંસી દો”, ” વસીમ રિજવી મુર્દાબાદ” ના નારા લગાવ્યા

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલીના અમાનકપાર્ક ખાતે સુફી ઇસ્લામીક બોર્ડ છોટાઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓએ વસીમ રિજવીના પૂતળાનું દહન કરી ”વસીમ રિજવી કો ફાંસી દો”, ” વસીમ રિજવી મુર્દાબાદ” ના નારા લગાવ્યા હતા ત્યાર બાદ બોડેલી તાલુકા સેવા સદન ખાતે સુફી ઇસ્લામીક બોર્ડના પ્રદેશ મહામંત્રી અનવર ખાન, જિલ્લા પ્રમુખ મોહસીન પઠાણ, ઉપપ્રમુખ સાજીદ ભાઇ અને તમામ કાર્યકરોઓએ બોડેલી મામલતદારને આવેદનપત્ર પાઠવી ઇસ્લામ ધર્મના કુરાન શરીફની ૨૬ આયતો કાઢી નાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર વસીમ રિજવી સામે કાયદેસર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here