બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ ની યોજાયેલી ચૂંટણી માં ભાજપ ના મોરખલા બેઠક પર જીતેલા શારદા બેન બાબુભાઈ બારીયા અને ઉપપ્રમુખ પદે પાણેજ બેઠક પરથી જીતેલા ડો.શીતલ કુંવરબા હેમરાજ મહારાઉલ ને મળેલા મેડેટ મુજબ ફોર્મ ભર્યું હતું. એક માત્ર ફોર્મ ભરાતા બન્ને ને બિન હરીફ જાહેર કરાયા હતા.હવે તા.18 ના રોજ બન્ને મહિલા ઓ પોતાનો હોદ્દો ગ્રહણ કરશે.
બોડેલી તાલુકા ની 26 બેઠકો માંથી ભાજપ 18 બેઠકો પર જીત મેળવી હતી જ્યારે 8બેઠકો સાથે કોંગ્રેસ વિરોધ પક્ષ ની ભૂમિકા માં રહેશે.કારોબારી અધ્યક્ષ તરીકે હિતેશ ભાઈ વિઠ્ઠલ ભાઈ કોલી, પક્ષ ના નેતા ભાર્ગવ ધોબી અને દંડક તરીકે વિકાસ રાઠવા ની નિમણુક કરાઈ હતી.જિલ્લા નિરીક્ષક તરીકે રાજુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.પ્રમુખ તરીકે અનેક મહિલા ઓ દાવેદાર હતી પણ મોરખલા બેઠક ને મહત્વ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here