બોડેલી : ભાજપા દ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલન અને સ્નેહ મિલન સમારંભ યોજાયું

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઘ્વારા તમામ જિલ્લાઓમાં સક્રિય કાર્યકર્તા મહાસંમેલન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવા સૂચના આપવામાં આવી હતી.જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લાઈવ વિડિઓ ઘ્વારા જિલ્લાના પ્રત્યેક સક્રિય કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પડશે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઘ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલન બોડેલી ખાતે ભક્ત ઇંગલિશ મીડીયમ સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો.જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રભારીમંત્રી નિમિષાબેન સુથાર,સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી,જિગીષાબેન શેઠ,જિલ્લા અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવા,મહામંત્રી શંકરભાઇ,ધર્મેન્દ્રસિંહ પરમાર,રાજેશભાઈ વડેલી,પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા,મુકેશભાઈ પટેલ સહીત જિલ્લા,તાલુકાના પદાધિકારીઓ અને ૧૨૪૩ સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરતા પ્રભારીમંત્રી નિમિષાબેને જણાવ્યું હતું કે સરકારે પ્રજાજનોની સુખાકારી માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ પ્રજાજનો લઈને તેમની સુખાકારીમાં વધારો થતા જીવનધોરણ ઉંચુ આવ્યું છે.ગુજરાત સરકારે હાલ બઝેટમાં ૨.૪૩ લાખ કરોડ જેટલી માતબર રકમ વિધાનસભામાં ફાળવી અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરશે.સક્રિય કાર્યકર્તાઓને બૂથમાં જઈને સરકારની યોજનાઓનો લાભ અપાવવા હાકલ કરી હતી.છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભાના પ્રત્યેક બૂથમાં સક્રિય કાર્યકરો સક્રિય રીતે અસરકારક કામગીરી કરી ત્રણેય વિધાનસભા જીતવાનું લક્ષ્ય હાંસલ કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે આભારવિધિ જિલ્લા મહામંત્રી ડી એફ પરમારે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here