સિદ્ધપુરમાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.. ૧.૦૫ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ પકડાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર ટાઉનમાં ગત ૨જી તારીખે જુના ગંજ બજાર માં આવેલી કમલ ટ્રેડિંગ કંપનીમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને સિદ્ધપુર પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કમલ ટ્રેડિંગ કંપની માંથી ગત ૧ લી ની રાત્રીએ રાણી તેલના ૨૬ મોટા ડબ્બા,૫ લીટર ના નાના કાર્ટૂન નંગ-૬ સહિત રોકડ ૧૫ હજારની ચોરી થવા પામી હતી.આ અંગે સિદ્ધપુર પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી હતી.જે અંતર્ગત પોલીસને મળેલી બાતમી હકીકત ના આધારે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે મુદ્દામાલ સહિત ચોરીમાં ઉપયોગ લેવાયેલ બે રીક્ષા,મોબાઈલો સહિત ત્રણ આરોપીઓને પકડી પાડયા છે.આ અંગે સિધ્ધપુર ઈ.પીઆઇ પી.એસ.ગોસ્વામી અને પોલીસના માણસોએ બાતમી હકીકતના આધારે ટીમ બનાવી વોચ ગોઠવી આ ચોરીના મુખ્ય આરોપી મલિક અલ્તાફ ઉર્ફે ડુવો યુનુસભાઇ મુરાદભાઈ, રહે.તાહેરપુરા બિલાલ મસ્જિદ પાસે વાળાની સઘન પૂછપરછ કરતા તેણે અન્ય બે સાથીદારો ફકીર અલ્હાજ કાદરશા ગુલાબ શાહ રહે.સિધ્ધપુર વ્હોરા ઓના કબ્રસ્તાનમાં તેમજ પિંઢારા સાહિલ ઉર્ફે ડોન હસનભાઈ રહે.સિદ્ધપુર તાહેરપુરા બિલાલ મસ્જિદ ની પાછળ વાળાઓએ મળી ઉપરોક્ત ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું.આ ચોરીનો માલ બજારભાવ કરતા સસ્તા ભાવે વેચેલો હોવાનું પણ જાણવા મળેલ છે.આથી કેટલાક ગ્રાહકોએ આ સસ્તો માલ ખરીદયો હોવાનું પણ જાણવા મળેલ છે.જો કે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી હોવાનું તેમજ આવો માલ જેમણે ખરીદયો છે તેમના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.સિદ્ધપુર પોલીસે આરોપી ઓ પાસેથી રાની કપાસીયા તેલ ડબ્બા ૧૮ મોટા ડબ્બા તેમજ રાણી સિંગતેલના ૫ લીટરના ડબ્બા નંગ-૬ ઉપરાંત ગુનાના કામે વપરાશ માં લીધેલી બે રીક્ષા કિંમત ૬૦૦૦૦ તેમજ 3 મોબાઈલ કિંમત ૧૫૦૦ સહિત કુલ ૧૦૫૭૫૯નો મુદ્દામાલ રિકવર કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here