બોડેલી તાલુકાની શાળામાં છેડતી કાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી, તમામ ૬ આરોપીઓને ઝડપી પાડયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકા ના એક ગામે આભ્યાસ અર્થે આવેલી વિદ્યાર્થીની ઘરે જવા નીકળી હતી ત્યારે પીકપ ગાડી માં પાછલા ભાગે બેસી હતી અને પીકપવાન માં બેસ્યા બાદ જયારે વિદ્યાર્થી સાથે છેડતી કરતા વિદ્યાર્થી આબરૂ બચાવા કૂદી ગઈ હતી
જયારે આ બનાવ બનતા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટિમ બનાવામાં આવી હતી જયારે આજ રોજ તમામ આરોપી ને ઝડપી પાડ્યા હતા આ ઘટનાની છ આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી.
પોલીસે રાત્રે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી. જ્યારે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા. જેઓને શોધવા છોટા ઉદેપુર જિલ્લા પોલીસે કમર કસી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશન આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનીલ ભીલ અને શૈલેષ ભીલ ઝડપાઇ હતા. જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી સંખેડા તાલુકાના અમરાપુરા ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે એક આરોપી પરેશ ભીલને પકડવા પોલીસ ચક્રોગતી માન કર્યા હતા સંખેડા છેડતી કેસનો છેલ્લો આરોપી પરેશ કિરણ ભીલ ને પકડી લેવામાં આવ્યો છે. સંખેડા પોલીસ પકડાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here