બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી – રાજપીપળામાં ઉધોગ સાહસિકતા અને ભારતમાં ટેકનોલોજી અને સ્ટાર્ટઅપની તકો અંગે એક દિવસીય સેમિનારનું આયયોજન થયું…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા મુકામે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી માં ઉધોગ સાહસિકતા અને ભારત માં ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ની તકો અંગે એક દિવસીય સેમિનાર નું આયોજન થયું હતું આ કાર્યક્રમ ISRO ના સાયન્ટિસ ડો.સુદેસકુમાર ઠાકુર મુખ્ય વક્તા હતા કાર્યક્રમ ની શરૂઆત માં બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકર પાડવી સાહેબે ISRO ના સાયન્ટિસ ડો.સુદેસકુમાર ઠાકુરને મોમેન્ટો અને પુષ્પગુંચ આપી તેમનું સ્વાગત કરી તેમનો પરિચય આપ્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.મધુકર પાડવી સાહેબ એ પોતાના વક્તવ્ય માં ટ્રાઇબલ વિસ્તાર ના વિધાર્થીઓમાં ઉચ્ચ અભ્યાસ ની સાથે વ્યવસાય ક્ષેત્રે પણ પોતાની ઉચ્ચ કારકિર્દી માટે પ્રયત્ન શીલ બને ત્યારે ટ્રાઇબલ વિસ્તાર ના વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વ્યવસાય ક્ષેત્રેના તેમના વિચારોને યોગ્ય સ્ટાર્ટઅપ મળી રહે અને ટ્રાઇબલ વિસ્તાર માં ઉધોગ અંગે ની અઢળક તકો રહેલી છે જેનો વિકાસ થાય અને વિધાર્થી ઓ આવનાર સમય માં એક નોકરી નહિ પણ નોકરી દાતા તરીકે આગળ આવે તેવી વાત કરી હતી અને ત્યાર બાદ ISRO ના સાયન્ટિસ ડો.સુદેસકુમાર ઠાકુર દ્વારા પોતાના વક્તવ્ય માં જણાવ્યું કે આજનો યુગ એ યુવાનો યુગ છે અને યુવાનો માં રહેલી સાહસિકતા અને ક્રાંતિકારી વિચારો સફળ ઉધોગની સ્થાપના તરફ દોરી જાય છે ત્યારે તેમના આ ક્રાતિકારી વિચારો થી એક સ્ટાર્ટઅપની શરૂઆત કરશે અને તેમાં આગળ આવશે તો ભારત સરકાર દ્વારા આર્થિક મદદ તેમજ જરૂરી માર્ગદર્શન આપવવામાં આવે છે અને ભારત સરકાર ના ઉદ્યમ પ્રોટલ અંગે ની માહિતી આપી હતી સાથે આજે વિશ્વભરમાં અનેક સ્ટાર્ટઅપ ફક્ત વિચાર થી શરૂ થઈ વટવૃક્ષ અને સફળ ઉધોગ – વ્યવસાય બની ગયેલ છે જેના અનેક ઉદાહરણ આપ્યા હતા અને ટ્રાઇબલ વિસ્તાર માં વસતા વિધાર્થીઓ – યુવાનો પણ સરકારશ્રી ની સ્ટાર્ટઅપ નિતિ અને યોજનાઓ સાથે જોડાઈ પોતાના વિચારો રજૂ કરી એક સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તેવી વાત કરી હતી
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પરીક્ષા નિયામક શ્રી ડો.રજનીકાંત પટેલ અને ફેકલ્ટી ના આચાર્યશ્રી ડો.રાણા અને ડો.અમીત ધોલકીય અને અધ્યાપકગણ પણ હાજર રહેલા કાર્યક્રમનું સંચાલન ડો.ભૌતિક પટેલ એ કરેલ હતું અને સમગ્ર આયોજન અને આભારવિધિ કોમર્સ ના આચાર્ય ડો.મહેશ બારડ દ્વારા કરવામાં આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here