બકરી ઈદના તહેવારમાં ગેરકાયદેસર ગાય કે ગૌવંશના કતલ ઉપર પ્રતિબંધ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગૌવંશ સિવાય ના અન્ય જાનવરો ની હેરાફેરી કરવામાં કોઇ કનડગત ના થાય એ જોવા પોલીસ મહા નિર્દેશક ની સુચના

સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદ એટલે કે ઇદ ઉલ અઝહા ની ઉજવણી તા 29 ની જુન ના રોજ થનાર છે ત્યારે રાજ્ય મા કોઈ પણ જાતની અરાજકતા ના સર્જાય ઇદ નો પવિત્ર તહેવાર શાંતિ અને આનંદ ઉલ્લાસ સાથે ભાઇચારા ના વાતાવરણ માં ઉજવાય એ માટે સરકાર દ્વારા પોલીસ મહા નિર્દેશક ગુજરાત રાજ્ય દ્વારા તમામ જીલ્લા ના પોલીસ અધિકારીઓ સહિત કમિશનરો ને માટે સુચના જાહેર કરવામાં આવી છે.

પોલીસ મહા નિર્દેશક ની સુચના અનુસાર ઇદ ના આ તહેવાર નિમિત્તે તકેદારી રાખવામા આવે નું જણાવવામાં આવ્યું છે જેમા બકરી ઈદ ના તહેવાર ને ધ્યાને લઇ પ્રતિબંધિત પશુ એવા ગાય કે ગૌવંશ ના કતલ કરવામાં કે તેની કુરબાની આપવામા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, આ ઉપરાંત ગાય કે ગૌવંશ સિવાય ના બધાં જાનવરો જેમાં ભેંસ, પાડા, પાડી, બકરા, બકરી ની હેરાફેરી કે તેમની કુરબાની આપવા પર કોઈજ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.હા પશુઓ ની હેરાફેરી સરકાર ના દિશા નિર્દેશ અને નિયમોનુસાર થાય એ જોવાની તાકીદ કરવામાં આવી છે.
પોલિસ મહા નિર્દેશક ગુજરાત રાજ્ય દ્વારા આ બાબત ની જાણ એક પરિપત્ર બહાર પાડી રાજ્ય ના જીલ્લા પોલીસ વડા, પોલીસ કમિશનરો, રેન્જ આઇજી ઓ ને કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here