બોડેલી તાલુકાના સૂર્યાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના સૂર્યાઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેન પટેલ,બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉ.શિતલકુંવરબા મહારાઉલ,સુર્યાઘોડાનામહીલા સરપંચ રમીલાબેન તડવી,છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી.બી ચોબીસા,જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કે.આર.સોની, જિલ્લા આયુર્વેદ શાખાના ડૉ. ભુવનભાઈ રાઠવા, ધીરજ હોસ્પિટલની તબીબી ટીમના સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત, માનસિક રોગના નિષ્ણાંત, તથા સર્જન હાજર રહેલ તેમજ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ અને કર્મચારીઓ,આશા બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. હિરેન ગોહિલ દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને કાર્યક્રમને અનુરૂપ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કેમ્પમાં પધારેલ તમામ લાભાર્થીઓ તેમજ ગ્રામજનોને આજના કેમ્પનો વધુને વધુ લાભ લે અને તમામના હેલ્થ આઈ.ડી કાર્ડ ,આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે વિનંતી કરી હતી અને તમામ પ્રકારના રોગોની તપાસ કરાવી સારવાર લેવા માટે અનુરોધ કર્યો હતો કેમ્પમાં કુલ ૫૬૮ દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં એલોપેથીમાં ૨૧૧ આયુર્વેદિકમાં ૧૩૭, હોમિયોપેથીકના ૧૧૨, સ્ત્રી રોગ ૧૪, બાળ રોગના ૧૨, માનસિક રોગોના ૮ દર્દી નોંધાયા હતા. લેબોરેટરી તપાસ ના ૧૧૭ દર્દી, ૧૬ સગર્ભા માતાઓની તાપાસ, સિકલસેલના ૧૩ દર્દી, શંકાસ્પદ ટી.બીના ૬ ગળફા લેવાયા, આંખ તપાસના ૧૨, ઉંમર ના દાખલા ૪૨ વ્યક્તિ આવેલ, એન.સી.ડી-૧૩૮, અભા કાર્ડ ૪૨ પી.એમ.જે.એ.વાય ૧૯ કાર્ડ કાઢવવામાં આવેલ હતા. કેમ્પના સફળ આયોજન બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૂર્યાઘોડાના મેડિકલ ઓફિસર ડૉ.ભરાતી ગુપ્તા સર્વ રોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત તમામ નો આભાર માન્યો હતો.(ફોટો વિગત): બોડેલી તાલુકાના સુયૉઘોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા દ્વારા નિઃશુલ્ક સવૅરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here