રાજ્યની નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના સર્વાંગી શહેરી વિકાસ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો

તસ્વીર
  • ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યની નગર પાલિકાઓ મહાનગર પાલિકાઓના સર્વાંગી શહેરી વિકાસ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો
  • રાજપીપળા ખાતે રાજપીપલા નગરપાલિકા માટે રૂપિયા ૧ કરોડ, ૧૨ લાખને ૫૦ હજારનો ચેક એનાયત

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી રાજયની નગરપાલિકાઓ/મહાનગરપાલિકાઓના સર્વાંગી શહેરી વિકાસની આંતરમાળખાકીય સુવિધાઓ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગર ખાતેથી યોજાયેલા ઉકત ચેકના ઇ-વિતરણના ઓનલાઇન કાર્યક્રમના ઉપલક્ષમાં રાજપીપલા નગરપાલિકાને તેની કેટેગરી મુજબ રૂપિયા ૧ કરોડ, ૧૨ લાખને ૫૦ હજારની રકમનો ચેક ગુજરાત ઊન અને ઘેટા વિકાસ નિગમના ઉપાધ્યક્ષ શ્રી અમરસિંહભાઈ ખાંભલીયાના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી અને નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે. વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ અને ચીફ ઓફિસરશ્રી જ્યેશ પટેલને એનાયત કરાયો હતો. આ રકમનો ઉપયોગ રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં આંતર માળખાકીય વિકાસના કામો માટે કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here