શહેરા વનવિભાગ દ્વારા બાહી ગામ પાસે પરવાનગી વગર લાકડા ભરીને જતા ટેમ્પોને ઝડપી પાડવામાં આવ્યો…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ગેરકાયદેસર પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારા સામે વનવિભાગ દ્વારા લાલ આંખ કરવામા આવી છે. જેમા શહેરા વનવિભાગ દ્વારા બાહી ગામ પાસેથી પરવાના વગર લાકડા ભરલો ટેમ્પો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચરાઉ લાકડાભરલો ટેમ્પો જપ્ત કરીને શહેરા વનવિભાગની કચેરીએ મુકવામા આવ્યો હતો
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ગ્રામીણ વિસ્તારમાથી લાકડાની હેરાફેરીની વ્યાપક બુમો ઉઠતી રહે છે. જેના પગલે શહેરા વનવિભાગ દ્વારા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે વનવિભાગ પેટ્રોલીગં કરીને ચાંપતી નજર રાખે છે. શહેરા વનવિભાગનો રાઉન્ટ સ્ટાફ પેટ્રોલીંગમા હતો ત્યારે બાહી ગામ પાસે પરવાનગી વગર લીલા પંચરાઉ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડીને તેને શહેરા વનવિભાગની કચેરીએ લાવામા આવ્યો હતો,સાથે મુદ્દામાલ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.શહેરા વનવિભાગની કાર્યવાહીના પગલે લાકડાની પરવાનગી વગર હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આર. એસ. ચૌહાણ વનપાલ ખાંડિયા, કે. ડી. ગઢવી વનપાલ ગુણેલી,જી. ટી. પરમાર બીટગાર્ડ ખાંડિયા, એન. જી. સોલંકી બીટગાર્ડ ગુણેલી, એમ. જી. ડામર બીટગાર્ડ સાજીવાવ, એ. એસ. પરમાર બીટગાર્ડ કવાલી ,સી. સી. પટેલ બીટગાર્ડ નવાગામનાઓ કામગીરી બજાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here