બોડેલી : જોજવા ગામે વેચાતા દેશી દારૂને લઈ ગ્રામજનોમાં રોષ….

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીના જોજવા ગામે ગ્રામજનો એ દેશી દારૂ વેચતી મહિલાના અડ્ડા પર જઈ હલ્લો કરી દારૂ પકડી પોલીસને જાણ કરતા પોલીસે દારૂ વેચતી મહિલાને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. પરંતુ પોલીસને વારંવાર રજૂઆત કરવા છતા ગામમાં દારૂ નું વેચાણ ચાલુ રહેતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.
હત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં જોજવા ગામે ગ્રામજનો વિરોધ હોવા છતાં દેશી દારૂ ગાળવાની સાથે દારૂનું વેચાણ કરતી એક મહિલાના ઘર પર આજે ગામનાં ગ્રામજનોએ દારૂનું વેચાણ બંધ કરાવવા હલ્લો કર્યો હતો અને પોલીસને પણ જાણ કરતા દારૂ વેચતી મહિલાને પોલીસે પકડી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડેલી નજીક આવેલા જોજવા ગામે ગ્રામજનો નો વિરોધ હોવા છતાં ખુલ્લેઆમ દેશી દારૂ ગાળવાની સાથે સાથે તેનું વેચાણ પણ થતુ હોય ગામના ઘણા લોકો દારૂની ચડ્યા છે અને આ લતને લઈ ગામની કેટલીક મહિલાઓ વિધવા પણ બની છે તેમ અહીના ગ્રામજનો જણાવી રહ્યા છે ગામમાં જ દારૂ વેચાતો હોય બાળકોમા પણ તેની ખોટી અસર પડી રહી છે ત્યારે લોકો દારૂની લખી ન ચડે તેમજ બાળકો પર પણ તેની ખોટી અસર ન પડે તે માટે ગામમાં ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બંધ થાય અને તેનું વેચાણ બંધ થાય તે માટે ગ્રામજનોએ વારંવાર પોલીસ ને પણ રજૂઆતો કરે ત્યારે પોલીસ દારૂ વેચતી મહિલાને લઈ જાય છે અને તે જામીન પર છૂટી જાય છે અને ફરી પાછુ દારૂનું વેચાણ ચાલુ થઈ જાય છે જે બદી ને લઈ અહીના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે જેને લઇ આજે ગામમાં દેશી દારૂનો ધંધો કરતી મહિલાના ઘરે ગ્રામજનોએ ભેગા મળી હલ્લો કરી દેશી દારૂ અને અને દારૂ ગાળવાનો કેટલોક સામાન પકડી તે બાબતે જાણ પોલીસને કરતા બોડેલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ દારૂ વેચતી મહિલાને પકડી
બોડેલી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
કેટલીક મહિલાઓએ જણાવ્યુ હતું કે અમારા ગામની કેટલીક મહિલાઓ દારૂની બદી ના કારણે વિધવા બની છે અને હવે બાળકોમાં પણ તેની ખોટી અસર ન પડે કે તેની આદત ન પડે અને તે દારૂની લતે ના ચઢી જાય તેનો ડર અમને સતાવી રહ્યો છે જેને લઈ અમોએ વારંવાર પોલીસ ને રજૂઆતો કરી છે પરંતુ તેનો કોઈ ચોક્કસ નિકાલ આવતો નથી જેને લઈ અમોએ આજે આ દારૂ વેચતી મહિલા ના ઘરે જઈ હલ્લો કર્યો હતો.
હાલ તો પોલીસે આ મહિલા ને પકડી તેની સામે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જોવાનુ હવે એ રહે છે કે દારુ નુ વેચાણ બંધ થઈ જશે કે પછી જામીન મળ્યા બાદ જૈસે થે….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here