છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામે વીજળી પડતા 21 વર્ષની યુવતીનું મોત નીપજ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની સીમાઓ ઉપર પણ મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે ગતરોજ મધ્યપ્રદેશ ની સીમા ઉપર તથા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા ગામોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હોય જેના ભાગરૂપે છોટાઉદેપુર તાલુકાના મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા મોટા રામપુરા ગામે રહેતી નીતાબેન દેશીંગભાઇ રાઠવા ઉંમર વર્ષ 21 રહેવાસી મોટા રામપુરા તાલુકો જીલ્લો છોટાઉદેપુર ની ઉપર વીજળી પડતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું જે ઘટના બનતા સમગ્ર આદિવાસી પંથકમાં ગેહરા શોકની લાગણી ફેલાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં હાલ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભર ઉનાળામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો હવામાં ફેરફાર અને વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે તેવા સંજોગોમાં ગતરોજ તારીખ 11/ 4/ 24 સાંજના 4 કલાકના સમયગાળા દરમિયાન છોટાઉદેપુર તાલુકાના મોટા રામપુરા ગામે પૂજારી ફળિયામાં રહેતી 21 વર્ષની યુવતી નીતાબેન દેસિંગભાઈ રાઠવા પોતાના ખેતરમાં બળદ બાંધેલા હોય જેને છોડવા માટે ગઈ હતી બાંધેલા બળદ છોડતી હોય તે વખતે અચાનક વીજળીનો કડાકો થયો વીજળી યુવતી ઉપર પડી હતી. જે વીજળી પડતા ઘટના સ્થળે યુવતી નું મોત નીપજ્યું હતું અને સમગ્ર ગામમાં ગહેરા શોક ની લાગણી ફેલાઈ હતી. હજુ પણ છોટાઉદેપુર પંથકના ભારે ગરમી અને બફારો હોય અને આકાશમાં વાદળો છવાયેલા હોય આવનારા સમયમાં વરસાદ વરસવાની શક્યતાઓ જણાઇ રહી છે. જેથી પ્રજાએ સાવચેતીના પગલાં ભરી વીજળીના કડાકા ભડાકા થતા હોય તેવા સમયે બહાર નીકળવું ટાળવુ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here