છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ સહિતના વિસ્તારોમાં ધીમી ગતિએ ચાલતા રોડ રસ્તાના કામોને લઈ સાંસદ ગીતાબેન રાઠવાનો જિલ્લા વિકાસ અધિકારીને પત્ર…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જિલ્લા પંચાયત કચેરીના માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના કોઈ પણ કારણ વિના કોન્ટ્રાક્ટરો અને જિલ્લા પંચાયત વહીવટીતંત્ર ઘ્વારા રસ્તાઓના કામમાં ધીમી ગતિએ અને અધૂરું મટીરીયલ નખાવી જાણે કવાંટ ટાઉનની પ્રજા સાથે રમત રમાતી હોય તે રીતે કામગીરીમાં છેલ્લા ૧૨ મહિનાથી આંતરિક સીસી રસ્તાં હલકી ગુણવત્તા ધરાવતા મટિરિયલનો ઉપયોગ કરી નગરજનોને ધૂળ ચાટતા કરી દીધા છે.રસ્તાઓ બનાવવામાં વિલંબ કરી તાલુકાની પ્રજાને વિકાસથી વંચિત રાખવા યોગ્ય નથી ચોમાસામાં નગરજનોને સીસી રોડ નહિ બનાવવામાં આવે તો તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે.સાથે કવાંટ થી સૈડીવાસણ રસ્તાનું વાઈડનીંગ અને મજબૂતીકરણનું કામ છેલ્લા આઠ મહિનાથી ટલ્લે ચઢેલ છે.સાથે સાથે આજુબાજુ ખોદકામ કરેલ હોવાથી નાના મોટા અકસ્માતોને નોતરે છે.વહીવટીતંત્રને અવારનવાર આ અંગે પુછાતા ઉડાઉ જવાબ આપવામાં આવી રહ્યા છે.જે અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાએ જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ,મકાન પંચાયત હસ્તકના કામો અંગે પત્ર લખી વહેલીતકે નિરાકરણ લાવી ત્વરિત રસ્તાઓના કામો વહેલીતકે શરુ કરી પૂર્ણ કરવા પત્રમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here