બોડેલી એસટી ડેપોમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવાના હસ્તે બે નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી ખાતે આજરોજ બે એસ.ટી રૂટની નવીન બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટ બોડેલી-કવાંટ-જુનાગઢ ના રૂટની અને બીજો રૂટ બોડેલી-છોટાઉદેપુર-નખત્રાણા એમ કૂલ મળીને બે રૂટને નવી અદ્યતન બસો ફાળવવામાં આવી હતી. આ રૂટની બસોને જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ શીતલકુંવરબા મહારાઉલ, તાલુકા સદસ્ય હિતેશભાઈ કોળી બોડેલી એસ.ટી ડેપો મેનેજર સહદેવ.પી વસાવા, બંને બસના ડ્રાઈવર, કંડકટર તેમજ એસ.ટી ડેપોના કર્મચારીગણ હાજર રહ્યા હતા. આ બને બસો ડીલક્ષ એક્સપ્રેસ બસ છે અને જીપીએસ ટેકનોલોજી તેમજ સ્પીડ સેન્સર જેવા ડીવાઈસ ધરાવે છે. આજરોજ બોડેલી ડેપો ખાતે આ બંને રૂટની બસોને લીલી જંડી આપી ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. પ્રથમ રૂટની બસ બોડેલીથી સવારે ૧૧ વાગે ઉપડી કવાંટ જશે અને કવાંટથી બપોરે ૧.૩૦ વાગે જુનાગઢ જવા રવાના થશે. જુનાગઢથી આ બસ બપોરે ૧.૩૦ વાગે પરત આવવા નીકળશે. જયારે બીજા રૂટની બસ નખત્રાણાની બસ બોડેલીથી બપોરે ૧.૧૫ વાગે છોટાઉદેપુર આવી છોટાઉદેપુરથી બપોરે ૩ કલાકે નખત્રાણા જવા રવાના થશે. આ બસ નખત્રાણાથી બપોરે ૧.૪૫ વાગે ઉપડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here