બોડેલીના વન કર્મચારીઓ વિવિધ પડતર માગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત રાજ્ય કર્મચરી મંડળ ગાંધીનગર ના નેજા હેઠળ વનરક્ષક તથા વનપાલ આજ થી અચોક્કસ મુદ્દત પર હડતાલ પર ઉતર્યા વન કર્મચારીઓએ આપેલા આવેદનપત્ર માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા વર્ષમાં અવાર નવાર રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષક અને વનપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં વનરક્ષક વર્ગ -૩ ને ૨૮૦૦ ગ્રેડ પે આપવો તેમજ વનપાલને ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે અને રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો , વનરક્ષકની ભરતી અને બઢતી બાબતે તેમજ અન્ય મુદ્દે પણ રજુઆતો કરવામાં આવી હતી , પરંતુ અવાર નવારની રજુઆતો કરવા છતા આજ દીન સુધી એક પણ પ્રશ્નનું સુખદ નિરાકરણ આવ્યું નથી જેથી તારીખ ૨૨ / ૮ / ૨૦૨૨ ના રોજ વન રક્ષક કર્મચારી મંડળના આવેદન પત્ર આપી જિલ્લાના વર્ગ -૩ ના ૪૦૦ જેટલા વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓ પોતાના હક્ક માટે તારીખ ૭/૯/૨૦૨૨ ના રોજ ગાંધી ચીધ્યા માર્ગે ગાંધીનગર ખાતે અચોક્કસ મુદતની હડતાલ પર જવા રજૂઆત કરી હતી જેમાં આજદિન સુધી તેમની માંગણીઓ નહિ સ્વીકારતા આ તમામ કર્મચારીઓ એ આજથી અચોક્કસ મુદતની હડતાળ જાહેર કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here