ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓનો થશે પ્રારંભ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ના જુના સરકારી દવાખાનામાં ફિઝિયોથેરાપી સેન્ટર નું થશે પ્રારંભ

ગુજરાત સ્થાપના દિવસ પહેલી મે ના રોજ નર્મદા જિલ્લામાં આરોગ્ય વર્ધક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારના આદેશથી નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા ના જુના સિવિલ હોસ્પિટલની ઇમારતમાં વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓનો પ્રારંભ કરવામાં આવશે.

રાજપીપળા ના સિવિલ હોસ્પિટલ ની જૂની ઈમારતમાં ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે, આ ઉપરાંત રાજપીપળા ના શાક માર્કેટ પાસે આવેલ રાજપીપળા પ્લાઝા શોપિંગ સેન્ટરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ શરૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યું છે. સગર્ભા બહેનોને ઓપરેશન સમયે લોહીની તાતી જરૂરિયાત ઉપસ્થિત થતી હોય ને રક્તદાન કેમ્પનું પણ રાજપીપળા ના જુના સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સહિત અન્ય પ્રકલ્પોનો નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકાર્પણ કરવામાં આવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here