બોડેલીના નિવૃત શિક્ષક દંપતી એક સાથે કોરોના સંક્રમિત થતા સારવાર દરમિયાન બન્નેનું મોત..

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

બોડેલી નગર સહિત તાલુકામાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બોડેલીના નિવૃત શિક્ષક દંપતી એક સાથે કોરોના સંક્રમિત થતા કોવીડ સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ તબિયત લથડતા સારવાર દરમિયાન બન્નેનું મોત નિપજતા પરિવારજનો સહિત સમાજમાં શોકની લાગણી ફેલાય જવા પામી હતી.

બોડેલી તાલુકામાં કોરોનો કહેર અટકવાનું નામ લેતું નથી કાળમુખી કોરોનાએ તાલુકામાં અત્યાર સુધી અનેક લોકોને ભરખી ગયો છે ત્યારે બોડેલીના કેશરબા સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષક ડાહ્યાભાઈ પટેલ અને તેમના પત્ની સુશીલાબેન કોરોનામાં સપડાતા બોડેલી કોવીડ સેન્ટર ખાતે સારવાર અપાતી હતી પણ અચાનક તબિયત વધુ લથડતા હોસ્પિટલ વાળાઓએ તેઓને તાત્કાલિક અન્ય લઈ જવા માટે દબાણ કર્યું અને અન્ય જગ્યા ન હોવાથી ત્યા ઓક્સિજન અને વેન્ટિલેટર મળતા પહેલા નિવૃત શિક્ષક કોરોના સામે જંગ હારી જતા ડાહ્યા ભાઈ પટેલનુ અવસાન થયું હતું અને તેની જાણ પત્ની સુશીલા બેનને કરવામાં આવી ન હતી પણ બાજુ નો બેડ ખાલી જોતા જાણે તેઓ પણ હિંમત હારી ગયા અને તેઓની પણ તબિયત લથડતા ત્રીજા દિવસે મોત નીપજ્યું હતું જેને લઈ પરિવારજનો સહિત સમાજમાં શોકની લાગણી ફેલાય જવા પામી હતી.

મૂળ રાજબોડેલીના વતની શિક્ષક દંપતિએ જબુગામની શાળામાં લગભગ 30 વર્ષ જેટલી નોકરી સાથે કરી હતી અને ત્યાથી સીમડીયા ગામે એક સાથે બદલી કરાવી ત્યાંથી નિવૃત્ત થયા અને પરિવાર સાથે બોડેલી સ્થાયી થયા હતા. સાદગીપૂર્ણ અને ધાર્મિકવૃત્તિ ના 70વય વટાવી ચૂકેલા શિક્ષક દંપતિ કોરોના ગ્રસ્ત થતા સારવાર દરમિયાન બન્નેનું મોત નીપજ્યું હતું એક સાથે જીદગીભર શિક્ષક તરીકે નોકરી કરી અને સાથે જ નિવૃત્તિ સમય પસાર કરનારા શિક્ષક દંપતિએ મોત પણ સાથે જ પસંદ કર્યું હોય તેમ વિદાય પણ લીધી હતી.પુત્ર વિકાસ પટેલે હોસ્પિટલ પર આક્ષેપ કર્યો કે તેની સાથે ખરાબ વર્તન કરવાની સાથે જરૂરી સારવાર માતા પિતા ને મળી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here