તિલકવાડા મિત્ર ગ્રુપના યુવાનો દ્વારા કોવિડ સેન્ટરની મુલાકાત લઇ દર્દીઓને વિના મૂલ્ય ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ ‘-

હાલમાં નર્મદા જિલ્લા સહિત તાલુકામાં કોરોના નો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે તાલુકામાં પણ રોજે રોજ કોરોના ના દર્દીઓ નોંધાય છે આ સમયમાં દરેક વ્યક્તિએ એકબીજાની મદદ કરવાની જરૂર હોય એવા સમયમાં તિલકવાડા મિત્ર ગ્રુપ ના યુવાનો દ્વારા આજરોજ તિલકવાડા નગરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ તિલકવાડા નગરની એક લાવ્યા સ્કૂલ માં બનાવેલા 50 બેડ ની કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી તિલકવાડા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કપૂરભાઈ ભીલ પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન મુકેશભાઈ રોહિત મિત્ર ગ્રુપ ના પ્રમુખ વિપુલભાઈ તેમજ કોંગ્રેસ પાર્ટી ના રમેશભાઈ વસાવા શિનોરા ધર્મેન્દ્રસિંહ રાઠોડ અલ્તાફખા સહિત અન્ય સેવાભાવી કાર્યકર્તાઓ એ આજરોજ તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ તિલકવાડાનગરની એકલવ્ય સ્કૂલ ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટર પોહચીને દર્દીઓની મુલાકાત લીધી હતી અને સારવાર હેઠળ ના દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે અને તેમનું માનસિક મનોબળ ટકવાની સાથે વધુ મજબૂત બને તે માટે એક પ્રયાસ કરીને દરેક દર્દીઓને સફરજન કેળા સહિત અન્ય ફ્રુટનું વિતરણ કર્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here