તા. ૧૨મી, મે સુધી છોટાઉદેપુર શહેર વિસ્તારમાં રાત્રી કરફયુ યથાવત રહેશે

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લાના મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી એપેડેમિક ડિસીઝ એકટ- ૧૮૯૭, કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ની કલમ-૧૧અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૩ તથા ૩૪ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧ના જાહેરનામા અન્વયે છોટાઉદેપુર જિલ્લાના “છોટાઉદેપુર શહેર” વિસ્તારમાં તા.૦૬/૦૫/૨૦૨૧ થી તા.૧૨/૦૫/૨૦૨૧ સુધી દરરોજ રાત્રીના ૨૦:૦૦ થી સવારે ૦૬:૦૦ કલાક સુધી રાત્રી કરફયુ રહેશે. રાત્રી કરફયુના સમયગાળા ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો અમલમાં રહેશે.
​જાહેરનામામાં જણાવ્યા અનુસાર બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશકત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર જવરની છુટ રહેશે. મુસાફરોને રેલવે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવર જવરની પરવાનગી આપવાની રહેશે. રાત્રી કરફયુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએઅવર જવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડૉકટરનું પ્રિસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવર જવરની પરવાનગી આપવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
​કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તા. ૦૬/૦૫/૨૦૨૧થી તા. ૧૨/૦૫/૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન છોટાઉદેપુર શહેરોમાં નીચે મુજબના નિયંત્રણો મુકવાનું નકકી કર્યું છે.
​આ મસયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારિક પ્રવૃતિઓ જેવી કે દુકાનો, વાણિજયક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (ટેક અવે સર્વિસ સિવાય) તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય) સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલુન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ સ્વીમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કોમર્શિયલ કોમ્પ્લેકસ બંધ રહેશે. તમામ માર્કેટિંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એ.પી.એમ.સીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. લગ્ન માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહેશે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦(વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. સમગ્ર રાજયમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન,બેંક, ફાયનાન્સટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્જેકશન સેવાઓ, બેંકોનું કલીયરિંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકર, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં. સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. રાજયમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સ્પોર્ટસ સંકુલોમાં પ્રેક્ષકો વગર રમત ગમત ચાલુ રાખી શકાશે. રાજયના તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજાવિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પુજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે.
​આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃતિઓ જ ચાલુ રહેશે.
​કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ, પેરા મેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રહેશે. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દુધ, શાકભાજી, ફળફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડિલીવરી સેવા, શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારના ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી,ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસીલીટી આપતી સેવાઓ, ઇન્ટર્નેટ, ટેલિફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર, આઇ.ટી અને આઇ.ટી સંબંધિત સેવાઓ, પ્રિન્ટ તથા ઇલેકટ્રોનિક મીડીયા, ન્યુઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન, પ્રેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી/સી.એન.જી/પી.એન.જીને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ્ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન,ડિસ્ટ્રીબ્યુશન અને રિપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરિયર સેવાઓ,પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવાઓ તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન,પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, ઉકત તમામ આવશ્યક ચીજ વસ્તુ પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આંતર રાજય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઇ-કોમર્સ સેવાઓ,તમામ પ્રકારના ઉત્પાદન/ ઔદ્યોગિક એકમો, અને તેને રો-મટિરિયલ પુરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમનાસ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે.જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમમાં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગેબેંક મેનેજમેન્ટેકાળજી લેવાનીરહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
​આ જાહેરનામું છોટાઉદેપુર શહેર વિસ્તારને તા. ૦૬/૦૫/૨૦૨૧ થી તા. ૧૨/૦૫/૨૦૨૧ના ૨૪:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
​આ હુકમનો ભંગ બદલ ધ એપેડેમિક ડિસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ની જોગવાઇઓ, ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here