પોકસોના ગુન્હાના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી શહેરા પોલીસ…

શહેરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા – ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા – ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી , હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ – તપાસમા રહી નાસતા – ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને શહેરા પોલીસ મથકમાં દાખલ થયેલ શહેરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૬૧૨૨૦૭૮૧ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૫૪ ( એ ) , ૧૧૪ તથા પોક્સો કલમ ૮,૧૭ મુજબના કામના આરોપીઓ ( ૧ ) રાહુલકુમાર મહેન્દ્રભાઇ બારીઆ રહે.વાઘજીપુર ( ૨ ) નરેશભાઇ અરવિંદભાઇ બારીઆ રહે.વાઘજીપુર નાઓ હાલ પોતાના ઘરે હોવાની હકિકતે પો.ઇન્સ.શ્રી એ પોલીસ મથકની સર્વેલન્સ ટીમને ઉપરોક્ત હકિકતની જાણ કરી બે અલગ – અલગ ટીમો બનાવી સદરહુ આરોપીઓને પકડી લાવવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપી ટીમોને બાતમીવાળી જગ્યાએ જવા રવાના કરેલ . સદર ટીમોના માણસોએ વાઘજીપુર ખાતે આરોપીઓના ઘરે જઇ તપાસ કરતાં બન્ને ઇસમો બાતમી મુજબના વર્ણન વાળા પોત – પોતાના ઘરે હાજર મળી આવતા ટીમોના માણસોએ સદરહુ બન્ને ઇસમો ( ૧ ) રાહુલકુમાર મહેન્દ્રભાઇ બારીઆ ઉવ .૨૩ રહે.વાઘજીપુર ડુંગરીયા ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ ( ર ) નરેશભાઇ અરવિંદભાઇ બારીઆ ઉવ .૨૮ રહે.વાઘજીપુર ડુંગરીયા ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે હસ્તગત કરી લઇ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here