શહેરા તાલુકા પંચાયત ખાતે બોરીયા ગ્રામપંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

અંદાજિત છેલ્લા એક વર્ષ પહેલા બોરીયા ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ધામોત કામીબેન રમેશભાઈ નો વિજય થયો છે હતો જેમાં છેલ્લા એક વર્ષના સમયગાળા વીતી ગયા હોવા છતાં સભ્યોને કોઈ વિશ્વાસમાં રાખ્યા વગર સરપંચ ના પતિ દ્વારા બોરીયા ગામે પંચાયતનો વહીવટ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં બોરીયા ગામ પંચાયત ખાતે ના સભ્ય દ્વારા આજરોજ શહેરા તાલુકા પંચાયત ખાતે શહેરા તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડને અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરવામાં આવી છે અને બોરીયા ગામ પંચાયતમાં સભ્યો દ્વારા સરપંચના પતિ સભ્યોને હડધૂત કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને સભ્યોમાં મોટી નારાજગી દેખાય હતી તથા સરપંચના પતિ દ્વારા ગ્રામ પંચાયતોનો પૂરો વહીવટ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here