નર્મદા જીલ્લામા મુળભુત પાયાની અનેક સમસ્યાઓ છતાં એસપીરેશનલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની હિમાયત કરતાં જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપલામાં “ ટીમ નર્મદા ” સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ, કોવીડ-૧૯ અને “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ઉજવણી સંદર્ભે સમીક્ષા બેઠક યોજીને “ટીમ નર્મદા” ને માર્ગદર્શન પુરૂં પાડ્યું

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા પરેડ સ્થળની પ્રભારી સચિવશ્રી હૈદરે લીધેલી મુલાકાત

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી. એ. શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સહિત “ટીમ નર્મદા” સાથે રાજપીપલા કલેક્ટરાલય ખાતે કોવીડ-૧૯, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને “રાષ્ટ્રીય એકતા દિવસની” થનારી રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી સંદર્ભની પૂર્વ તૈયારીઓ અંગેની બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને એસ. જે. હૈદરે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા પ્રભારી સચિવ એસ.જે. હૈદરે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા પરેડ સ્થળની પણ મુલાકાત લીધી હતી જેમાં, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ પ્રભારી સચિવ હૈદર સાથે જોડાયા હતા. રાજપીપલા કલેક્ટરાલય ખાતે “ ટીમ નર્મદા ” સાથે યોજાયેલી ઉકત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી સચિવ એસ.જે.હૈદરે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા શિક્ષણ,આરોગ્ય, પોષણ, ક્રૃષિ, કૌશલ્ય વર્ધન,માળખાગત સુવિધાઓ અને ફાઇનાન્સીયલ ઇન્કલુઝન વગેરે ક્ષેત્રોમાં નિર્ધારિત પેરામીટર્સ મુજબની લક્ષ્યાંક સિધ્ધી હાંસલ કરીને નર્મદા જિલ્લો એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટની શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવે તે દિશાના સહિયારા પ્રયાસો સાથે સૌને કટિબધ્ધ થવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

નર્મદા જીલ્લામા શહેરી વિસતાર સહિત આદિવાસી વિસ્તારોમાં વિકાસ રૂંધાયો છે, અનેક પાયાની મુળભુત જરુરીયાત ની સમસ્યાઓ આઝાદીના સાત દાયકાઓ બાદ પણ ઉકેલાઇ નથી ત્યારે આ સમસ્યાઓને દુર કરીનેજ પ્રથમ પંક્તિમા આવી શકાય એ માટે માત્ર કાગળીયા કામગીરી નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી સમગ્ર નર્મદા જીલ્લાની ટીમે કરવી પડસે.

બેઠકમાં ચર્ચા દરમિયાન હૈદરે “ટીમ નર્મદા” ને જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ના સતત સંકલનમાં રહીને જે તે ક્ષેત્રોમાં થયેલી કામગીરીની નિયમિત ડેટા એન્ટ્રી ઉપરાંત કોમ્પોઝીશન સ્કોર સંદર્ભે પણ “ટીમ નર્મદા” ને ઉપયોગી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. હૈદરે દેશના એસ્પિરેશલ ડિસ્ટ્રીક્ટમાં થઇ રહેલી ગુડ પ્રેક્ટીસની જાણકારી મેળવવાની સથોસાથ એકબીજા જિલ્લાઓ સાથે આવી જરૂરી બાબતોની આપલે થાય તેવી કાર્યપધ્ધતિ વિકસાવવાનું સૂચન કર્યું હતું.

નર્મદા જિલ્લામાં કોવીડ-૧૯ કોરોના મહામારીના સંક્રમણ સંદર્ભે આજદિન સુધીની પરિસ્થિતિની આંકડાકીય વિગતો સાથે હૈદરે સમીક્ષા કરી હતી અને જિલ્લા પ્રશાસન તરફથી આ બાબતે થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. “રાષ્ટ્રીય એકતા દિવસ” ની રાષ્ટ્રીયકક્ષાની કેવડીયા ખાતે થનારી ઉજવણીને અનુલક્ષીને કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવચેતી સહિત વિશાળ પાયે કોરોના ટેસ્ટીંગ અંગેની સઘન વ્યવસ્થા વગેરે સહિતની બાબતો અંગે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહે પ્રભારી સચિવ હૈદરને વાકેફ કર્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ. કે. વ્યાસ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ડી. એમ.મકવાણા ઉપરાંત શિક્ષણ, આરોગ્ય,પોષણ,કૃષિ, લીડબેંક વગેરે જેવા વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here