પાલનપુરમાં સંકટ સમય ગ્રુપ દ્વારા ૩૦૦ જેટલી યુવતીઓએ પોલીસમાં નોકરી કરવાની તૈયારી શરૂ કરી..

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાલનપુર માં આવેલી વુમન્સ કેર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શરૂ કરાયેલી 30 બહેનોથી લઈ અત્યારે 300 જેટલી દીકરીઓ જોડાઈ પોલીસમાં નોકરી કરવાની હાંકલ કરી છે.

પાલનપુર તાલુકાના વાસડા ગામની પ્રિયંકા ચૌહાણ નામની દીકરીએ વુમન્સ કેર ફાઉન્ડેશન દ્વારા આવનારી પોલીસની ભરતીમાં દીકરીઓને ફિઝિકલ તૈયારી મળી રહે તે માટે ફિઝિકલ ટેસ્ટનું એક મહિના માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 30 દીકરીઓ થી શરૂ કરાયેલી કેમ્પ આજે 300થી વધુ દીકરીઓ જોડાઈ છે જેમાં બનાસકાંઠાના પાલનપુર વડગામ,વાવ,થરાદ, ધાનેરા, દિયોદર,સહિત પંચમહાલ જિલ્લાની યુવતીઓ પાલનપુર હેડ કોટર ખાતે ફિઝિકલ પ્રેક્ટીસ માટે આવી રહી છે.જ્યાં નાંદોત્રા ગામના એક આર્મીમેન પુંજાલાલ પરમાર તમામ દીકરીઓને ફ્રી માં સેવા આપી રહ્યા છે જ્યાં પોલીસની તૈયારી કરતી યુવતીઓ જણાવ્યું હતું કે અમારે પોલીસની ભરતીમાં જોબ કરવી છે માટે અમે અહીંયા પ્રેક્ટીસ કરવા આવીએ છીએ જ્યાં અમને પ્રિયંકા ચૌહાણ અને એક્સ આર્મી મેન પુંજાલાલ પરમાર અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.જ્યાં દાતાઓ તમામ દીકરીઓ ને સહયોગ આપી રહ્યા છે.

પાલનપુર હેડકવાર્ટર ખાતે ૩૦૦ જેટલી મહિલાઓને અમારા સંસ્થા દ્વારા તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ

નિધિ ત્રિવેદી એ જણાવ્યું હતું કે હું પાલનપુર હેડકવાર્ટર ખાતે વુમન્સ કેર ફાઉન્ડેશનના સહયોગથી તાલીમ મેળવી રહી છું કે અમને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેમાં અમે નોકરી મેળવી સંસ્થાનો આભાર માનીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here