પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા આઈ ટી સોશિયલ મીડિયાની બેઠક..

પાલનપુર, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા આઈ.ટી સોશિયલ મીડિયા ની બેઠક યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં જિલ્લા માંથી ભાજપના આગેવાનો અને આઇટી સોશિયલ મીડિયાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા આઈટી સોશિયલ મીડિયાની બેઠક યોજવામાં આવી આ બેઠક ની અંદર ટેકનોલોજી સોશિયલ મીડિયા વિશે નુ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમ જેમ ચૂંટણીઓના દિવસ નજીક આવી રહ્યા છે ત્યારે પ્રદેશના નેતાઓ એડી ચોટી સધીનું જોર લગાવી પોતાના પક્ષને મજબૂત બનાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે પાલનપુર નગરપાલિકા હોલમાં ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા વિભાગની બેઠક રાખવામાં આવી હતી અને આ બેઠકમાં પંકજભાઈ શુક્લ સોશિયલ મીડિયા પાર્ટીનો પ્રચાર મજબૂત થાય તે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દરેક કાર્યકર્તા ને સુંદર કામગીરી થાય સુચના આપવામાં આવી હતી
આ કાર્યક્રમઉપસ્થિત મુખ્ય મહેમાન ગુજરાત પ્રદેશ ભાજપ આઈ ટી અને સોશિયલ મીડિયા ના કોર્ડીનેટર પંકજભાઈ શુક્લા તથા સોશિયલ મીડિયા ભાજપ ઉત્તર ઝોનના ઇન્ચાર્જ અમિતભાઈ પંડ્યા, જયરાજભાઇ બ્રહ્મભટ્ટ તથા આઈ.ટી.વિભાગના ઉત્તર ઝોનના ઇન્ચાર્જ કલ્પેશભાઈ રથવી તથા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તથા બનાસકાંઠાના આઈ ટી પ્રભારી કૌશિકભાઈ પટેલ તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ આકાશભાઈ દરજી તથા આઈ.ટી ડિપાર્ટમેન્ટ ઇન્ચાર્જ કેદારસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here