વડોદરાના વારસીયા વિસ્તરમાં રહેતા રહીશો ગંદકીથી ત્રાહિમામ..

વડોદરા, જાવેદ એન કુરેશી (નસવાડી) :-

તંત્ર ધ્યાન ન આપતુ હોવાના કારણે વારસિયા વિસ્તારમા ગંદકી નુ સામ્રાજ્ય”

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળ્યુ છે ત્યાં એટલી બધી ગંદકી છે કે જેનો કોઈ પાર નથી તે વિસ્તારમાં જ્યાં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળ્યું છે એ એટલી હદે છે કે જાણે આખા વડોદરાનો કચરો ત્યાં ઠલવાઈ રહ્યો હોય ત્યાના સ્થાનિક રહીશોએ ઘણીવાર મૌખિક રજૂઆતો કરી છે છતાં પણ આજદિન સુધી તંત્રએ ધ્યાન દોર્યું નથી અને તંત્ર ધ્યાન દોરે ત્યાં સુધી કદાચ મોટા ઉકરડા જોવા મળશે એવું રહીશોનું કહેવું છે
રહીશોના કેહવા મુજબ તે વિસ્તાર માં એક સરકરી દવાખાનું હતું અને આજે એની હાલત ખંડેર થઈ ગઈ છે અને ખંડેર દવાખાનાનો ઉપયોગ દારૂની મહેફિલો કરનારાઓ માટે એક અડ્ડો બની ગયો છે અને દારૂ પી ને દારૂની બોટલો કોથળીઓ ત્યાંજ નાખવામાં આવે છે અને ગંદકી માં વધારો આ લોકો કરે છે વારસિયા વિસ્તારમાં ગરીબ લોકો પણ રહેછે અને વારંવાર જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળવું પડે છે અને નિકળતાની સાથેજ ગંદકી ના દર્શન કરી ખરીદી માટે જવુ પડેછે તો રોજના રૂટિન પ્રમાણે માણસ કેટલી વાર બહાર જાય અને કેટલા ગંદકી ના દર્શન કરવા પડે અને એ દર્શન રોગી દર્શન છે અને એ વિસ્તાર માં એટલી દુર્ગંધ મારેછે કે જેની કોઈ સીમા નથી તંત્ર ધ્યાન નથી આપતું એટલે આ પરિસ્તીથીમાં ત્યાંના રહીશોને રેહવું પડે છે પણ તંત્ર ને શું?લોકો મારે કે જીવે? આવું કહી વારસિયા વિસ્તારના રહીશોએ રોષ ઠાલવ્યો હતો
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છતા નુ બીડુ ઉપાડ્યું છે અને સ્વચ્છતા માટે યોજનાઓ પણ છે ગ્રાન્ટ પણ ફાળવવા માં આવેછે તો ભૂત પૂર્વ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ ગુજરાતી છે અને ગુજરાત ના વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં સ્વચ્છતાનો અમલ કેમ નથી થતો? અને તંત્ર ધ્યાન કેમ નથી આપતું? એ મોટો પ્રશ્ન ઉભો થયો છે જે દેશના વડા પ્રધાન સાવર્ણી લઈ ને જાતે સાફ સફાઈ કરતા દેખાયા હોય તે વડા પ્રધાન ના દેશમા ગુજરાત અને ગુજરાતમા વડોદરા શહેરનુ વારસિયા વિસ્તાર આજે આપણે તસ્વીરમાં નજરે જોઈ શકીએ છે તો આ વિસ્તારની પ્રજા ગંદકી ના કારણે ત્રાહિમામ પોકારી ઉઠી છે તો સરકારને અરજ વિનંતી કે વારસિયા વિસ્તાર ની ગંદકીને દૂર કરી અમારા વિસ્તારનું આરોગ્ય સુધરે એવી પ્રજાની માંગ ઉઠી છે,
અને આજના સમય માં આવી ગંદકી માં રહેવું એ ઘણી મુસીબત છે કારણ કે જાત જાત ની બીમારીઓને આમંત્રણ આપવા જેવી બાબત છે હાલ કોરોના ડેન્ગ્યુ મેલેરિયા ચિકન ગુનિયા જેવી બીમારી ચાલી રહી છે અને ગંદકીના કારણે મચ્છરો નો આતંક એટલો વધારે છે એના કરડવાથી કોઈ પણ બીમારી ને નોતરું આપી શકાય એમ છે તો વારસિયા વિસ્તારના રહીશોની સરકારને અપીલ છે તંત્ર ધ્યાન આપે અને વહેલી તકે આ ગંદકીને દૂર કરી ગંદકી થી થતા રોગોથી મુક્ત કરે અને સ્વચ્છ વારસિયા બને એવી વારસિયા ના રહીશો ની માંગ ઉઠી છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here