પંચમહાલ જિલ્લામાં નવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો એપ, પોર્ટલ પરથી ઈ-કાર્ડ ડાઉનલોડ કરી શકશે

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા મતદારો તેમના ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા. 25/01/2021ના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા ઈ-એપિક (e-EPIC electronic-Electoral Photo Identity Card) લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 (એસએસઆર-2021) દરમિયાન યાદીમાં યુનિક મોબાઈલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો ઈ-એપિક ડાઉનલોડ કરી શકશે. આ ઈલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડિજીટલી સાચવી શકાશે. કાર્ડ ડાઉનલોડ કરવા માટે https://nvsp.in/, https://voterportal.eci.gov.in/, Voter Helpline Mobile app (Android/iOS) એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાશે. જિલ્લાના મતદારોને ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત અરોરાએ અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here