પ્રદેશ ભાજપના આદેશને અનુસરતા સાંસદ મનસુખ વસાવા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણીઓમા પોતાની દિકરી અને ભત્રીજાની ઉમેદવારી પાછી ખેંચી

સગાસંબંધીઓ ને પક્ષની ટિકિટ નહી આપવાની પ્રદેશ અધયક્ષ સી. આર. પાટીલ ના આદેશને અનુસરતા સાંસદ અન્ય માટે પ્રેરણા સ્ત્રોત

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ઓની ચૂંટણી ઓ ના ભણકારા વાગી ચુક્યા છે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરું થઇ ગઇ છે તયારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ચુંટણીઓમા પક્ષ ના હોદ્દેદારો અને તેમના સગા સબંધીઓ ટિકિટ નહી આપવાની જાહેરાત કરી હતી , જેના રાજકીય ક્ષેત્રે ધેરા પૄતયાધાત પડવા પામ્યા હતા. યુવાનો ને સવચચછ છબી ધરાવનાર કાર્યકરો ને મહત્વ આપવાની નવીન પહેલ કરવામાં આવી હોય કેટલાંક ટિકિટ વાંનચછુ ઓ મા અસંતોષ જોવા મળયો હતો જયારે યુવાન કાર્યકરો મા આનંદ ફેલાયો હતો.

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની જાહેરાત ને ભરુચ નર્મદા જિલ્લા ના સાંસદ મનસુખભાઈ વસાવા એ સહર્ષ સ્વીકાર કર્યો હતો અને તેમના પરિવાર માથી દીકરી અને ભત્રીજા એ ભાજપા ની ટિકિટ મેળવવા પોતાની દાવેદારી રજુ કરી હતી જે પરત ખેંચવાની સાંસદ મનસુખભાઈ વસાવા એ જાહેરાત કરી હતી.

સાંસદ મનસુખભાઈ વસાવા ની જાહેરાત મુજબ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ તરફથી નિર્ણય લેવાયો છે કે કોઈપણ નેતાના પરિવારમાંથી તાલુકા, જિલ્લા કે નગરપાલિકાની સીટ પરથી ઉમેદવારી કરવી નહીં, પાર્ટીના આ નિર્ણયને હું ખૂબ જ આવકારું છું.

મારા પરિવારમાંથી દિકરી પ્રીતિબેન વસાવાએ તાલુકા પંચાયત વડીયા અને જિલ્લા પંચાયત આમલેથા સીટ પરથી તથા મારા ભત્રીજા હસમુખભાઈ ગોવિંદભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાના નવા-વાઘપુરા તાલુકા પંચાયત સીટ પરથી જે દાવેદારી કરી હતી.

તે દાવેદારી મારા પરિવારના બંને સભ્યો દીકરી તથા ભત્રીજાની અમે પાછી ખેંચીએ છીએ અને પાર્ટીમાંથી અન્ય જે કોઈપણ ઉમેદવારનું નામ આવશે, તેને મારો પરિવાર અને મારા સ્નેહીજનો પૂરી તાકાતથી તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે.

આમ સાંસદ મનસુખભાઈ વસાવા એ ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો નેતા ઓ માટે પ્રેરણા સ્ત્રોત બની એક નવીન રાહ નેતાઓ ને બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here