ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સન્માનિત સર્જક ઉપર એમ.ફિલ ની પદવી પ્રાપ્ત કરી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

ભારત સરકાર દ્વારા દર વર્ષે દરેક ભાષાઓમાંથી એક સર્જકને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે જેમાં વર્ષ 2015માં ડોક્ટર રાજેશ વણકરને તેમના’ માળો’ વાર્તાસંગ્રહ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સર્જકનો કાવ્યસંગ્રહ ‘તરભેટો’ નામે પ્રસિદ્ધ છે આ સિવાય તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘ઝાયણી’ નામે આવી રહ્યો છે. આ સર્જકના ૧૭ જેટલા પુસ્તકો પ્રસિદ્ધ છે તેમના વિશે તાજેતરમાં શહેરા તાલુકાના નાનકડા ગામના ભુપેન્દ્ર વણકર એમ ફિલનો સંશોધનગ્રંથ લખીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા એમ.ફિલ ની પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓએ તેમના સંશોધન ગ્રંથમાં આ સર્જકના નાનકડા ગામમાંથી થયેલા રાષ્ટ્રીય કક્ષાના વિકાસને બિરદાવ્યો છે. તેમના વાર્તાસંગ્રહમાં આવતા નારી જીવનના પ્રશ્નો, દલિત જીવનના પ્રશ્નો, આધુનિક જીવન પદ્ધતિના કારણે ઊભા થતાં પ્રશ્નો, આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ વગેરેના કારણે થતા પ્રશ્નો આ બધું જે તેમની વાર્તાઓમાં આવે છે તેને સંશોધિત કરી ને તેમના થિસીસમાં આવરી લીધું છે. તેમના સંશોધનગ્રંથમાં તેઓએ ખૂબ જ જહેમતપૂર્વક પોતાની સંશોધનદ્રષ્ટિ વડે સાહિત્ય અને સમાજને ઉપયોગી એવું ભાથું પુરું પાડ્યું છે. તેમણે બાલાસિનોર કોલેજના પોફેસર ડૉ.એ વી. પટેલના માર્ગદર્શન હેઠળ એમ ફિલની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમના કો ઓડિનેટર તરીકે આચાર્યશ્રી ડો. દિનેશ માછીએ અગત્યની ભૂમિકા અદા કરી છે. પંચમહાલના રાષ્ટ્રીય કક્ષાના સન્માનિત આ સર્જક ઉપર થયેલા સંશોધનને પંચમહાલના સર્જકો, વિવેચકો અને સાહિત્યપ્રેમીઓ બિરદાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here