નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા વિકસીત ભારત 2047 અંતર્ગત ભાષણ પ્રતિયોગિતા યોજાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરી દ્વારા આજરોજ વિકસિત ભારત 2047 અંતર્ગત જિલ્લા કક્ષાની ભાષણ પ્રતિયોગિતાનું આયોજન સરકારી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ડેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતુ . જે પ્રસંગે સહુ પ્રથમ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

નેહરુ યુવા કેન્દ્ર નર્મદા કચેરીના કાર્યક્રમ નિરિક્ષક ચંદ્રકાંત બક્ષીએ માનનીય યશસ્વી પ્રધાનમંત્રીજીનો વિકસિત ભારત 2047 અંતર્ગત ધ્યેય શું છે અને યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તિ ને બહાર લાવવાનો એક પ્રયાસરૂપે આ ભાષણ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ હતું .અને તેના નિયમો અંગે માહિતી આપી હતી તથા જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓમાંથી આવેલા ૨૫ જેટલા યુવાન ભાઈ બહેનો એ સદર કાર્યક્રમમાં ભાગ લઇ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સરકારી આર્ટસ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી અનિલાબેન પટેલ ,સામાજિક સંસ્થા બર્ક ફાઉન્ડેશન ચેરમેન જ્યોર્જભાઈ તથા સામાજિક આગેવાન યુવા કાર્યકર લલુસિંગ વસાવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં વિજય થનાર પ્રથમ વિજેતા અબ્દુલ મોહમ્મદવારીસ જહુરુસેન દ્વિતીય વિજેતા સુનિલભાઈ પારસીંગભાઈ વસાવા તૃતીય વિજેતા કુ.મોનિકા ભરતદાસ વૈષ્ણવ થયા હતા. વિજેતાઓને નહેરુ યુવા કેન્દ્ર તરફથી સ્મૃતિચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ વિજેતા થનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ભાગ લઇ સક્સે.રાજ્ય કક્ષાએ વિજતા થનાર ને અનુક્રમે પ્રથમ ઇનામ રૂ 1 લાખ બીજું ઈનામ 50 હજાર અને ત્રીજું ઇનામ 25 હજાર મેળવશે.નેહરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતના રાજ્ય નિર્દેશક શ્રીમતી મનિષાબેન શાહના માર્ગદર્શનમાં સચિન શર્મા ની રાહબરી હેઠળ કાર્યક્રમ જિલ્લા કચેરી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here