નર્મદા જીલ્લાના ખડગદા ગામે ‘ બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના કરાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બીબીબીપી યોજના અંતર્ગત નેતૃત્ત્વ, શિક્ષણ, સહભાગીતા તથા આગામી મહિલાઓ માટે સાંસદથી વિધાનસભા, સમાન અવસર આપતા અધિનિયમ મુજબ જાગૃતીકરણ કરાયુ

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ખડગદા ગામે ‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત પ્રથમ બાલિકા પંચાયતની રચના સંબંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પંચાયતની રચના માટે સામાન્ય રીતે પંચાયતીરાજ અધિનિયમ હેઠળ સામાન્ય ચૂંટણી થાય છે. તેવી જ પ્રક્રિયા અનુસરી વહીવટી તંત્ર પાસેથી માહિતી મેળવી આ બાલિકા પંચાયત રચના માટે સામાન્ય ચૂંટણી ૨૦૨૩/૨૪ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર ઓફ વિમેન ટીમ, પીબીએસસી ટીમ તથા એજ્યુકેશન વિભાગ શાળાના આચાર્ય શ્રી અને સ્થાનિક મુળ પંચાયત સરપંચશ્રી અને મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગામની ૧૧ વર્ષથી લઈને ૧૮ વર્ષ ઉંમરની તમામ દિકરીઓનુ એક મતદાર મંડળ તૈયાર કરી તે દિકરીઓમાંથી સરપંચ પદ કે સભ્ય પદ માટે ફોર્મ ભરાવી ચૂંટણીમા ઉમેદવાર ઉભા રાખેલા તથા ગામમાં મુખ્યત્વે ૭ વોર્ડમાં વોર્ડ મુજબ ૨૩ સભ્ય તરીકે અને ૦૪ સરપંચ પદે ઉભા રહેલા, સ્કુલના મુખ્ય શિક્ષકશ્રી ચૂંટણી અધિકારીશ્રી તરીકે સેવા આપી ફોર્મ મંજૂર નામંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારબાદ ગુપ્ત મતદાન મુળ ચૂંટણી પ્રક્રિયાની જેમ ચૂંટણી પ્રક્રિયા કરી હતી. તમામ સભ્યો વચ્ચે મત ગણતરી કરી વિજેતા સરપંચ તથા સભ્ય ઉમેદવાર જાહેર કરવામાં આવ્યું. આમ બાલિકા પંચાયતની પ્રથમ ચૂંટણી પ્રક્રિયા દ્વારા રચના કરી બીબીબીપી યોજના અંતર્ગત નેત્રુત્વ, શિક્ષણ, સહભાગીતા તથા આગામી મહિલાઓ માટે સાંસદથી વિધાનસભા, પંચાયત માટે આગામી સમાન અવસર આપતા અધિનિયમ મુજબ જાગૃતીકરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here