નર્મદા જીલ્લા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક નિયમન કરનાર વાહન ચાલકો ને શુભેચ્છા સહિત પુષ્પગુચ્છ અર્પી સન્માનિત કરાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા માં માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વાહન ચાલકોમાં ટ્રાફિક ના નિયમોને કડકાય તે નહીં પરંતુ સમજાવટથી અને પ્રોત્સાહન આપી ઉજવણી કરી રહી છે જેને વાહન ચાલકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ તેમજ ટ્રાફિક ના નિયમોનું સુચારુ સ્વરૂપે પાલન કરતાં વાહન ચાલકોનું અભિવાદન કરવામાં આવેલ હતું વાહન ચાલકોને કે જેઓ ટ્રાફિક નિયમોનો સાચી રીત ના પાલન કરતા હતા તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતા અને તેઓ અન્ય વાહન ચાલકોને પણ પ્રેરણા આપે નો તેઓના માધ્યમ થકી એક સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here