નસવાડી : જ્યા સ્વચ્છતા ત્યાં પ્રભુતાને સાકાર બનાવતા વોર્ડ નં ૮ ના સભ્ય મહેશ ભાઈ… જાતે ઉભા રહી સાફ સફાઈ કરાવી..

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખાટકીવાડ વિસ્તારમા સફાઈ કામગીરી શરૂ કરતાં રહીશોમાં હાંશકારો

નસવાડી ના ખાટકીવાડ વિસ્તારમાં વોર્ડ સભ્ય મહેશભાઈ દ્વારા ઉપર ઉભા રહી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવીછે જ્યાં કડુજી કંપની ની પાછળ અને નિશારભાઈ વાસણવાળા ની પાછળ ઘણા સમય થી ગટરોની ઉપર આજુ બાજુ ગંદકી જોવા મળતી હતી અને ગંદકીના કારણે ઘણી સમસ્યા ઉભી થઈ હતી જેને લઈ વોર્ડ સભ્ય એ ધ્યાન દોરી આજરોજ સાફ સફાઈ કરાવી હતી અને ચોખ્ખું કરાવ્યું પણ હજુ ગટર નો જે પ્રશ્ન છે તે હજુ સુધી સોલ થયો નથી તો એ વિસ્તારના રહીશો ની માંગ છે કે વહીવટી નથી મળી નું બહાનું કરી તમને પાછા મોકલ્યા હતા ગ્રામ પંચાયતે તો નવી ગટરો ક્યારે બનશે વહીવટી ક્યારે મળશે અને અમે આ ગંદકી થી ક્યારે છૂટકારો મળશે આવો પ્રશ્ન વોર્ડના સભ્યને કર્યો હતો અને અમણા સાફ સફાઈ થશે પણ ગટરો નવી નહીં બને ત્યાં સુધી આ સફાઈ નો કોઈ મતલબ નથી એવી રજુઆત રહીશોએ કરી હતી પણ વોર્ડ ના સભ્યએ વિશ્વાસ આપતા જણાવ્યું કે વહીવટી મળતાની સાથેજ આપડા વોર્ડ ની નવી ગટરો બનાવી આપીશ એવી બાંહેધરી આપી વોર્ડ ની સાફ સફાઈ ને વાચા આપી હતી અને વોર્ડ નં ૮ માં જ્યાં ગંદકી હતી ત્યાં સફાઈ કરાવી હતી આમ સભ્ય મહેશભાઈએ સફાઈ કરાવી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here