નસવાડી : કડદા ગામે નર્મદા કાંઠેથી નાવડીમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી નસવાડી પોલીસ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

રૂપિયા 3,04,100/-નો મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડ્યો

નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા મોજે કડદા ગામે નર્મદા નદી કાંઠે થી ઈંગ્લીશ દારૂ નો જથ્થો બોટ/નાવડી સાથે એક ઇસમને પકડી પાડી કુલ કિંમત રૂપિયા 3,04,100/-નો ગણના પાત્ર કેશ શોધી કાઢ્યો
શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન નાઓના માર્ગ દર્શન હેઠળ તથા શ્રી એ.એ.દેસાઈ બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલન મા રહી જિલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહિબિશન/જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે નસવાડી પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ.શ્રી સી.ડી.પટેલ નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નસવાડી પોલીસ સ્ટેશન ના એ.એસ.આઈ.મીઠીયાભાઈ બલસિંગભાઈ બ.નં.003નાઓને ખાનગી રહે બાતમી હકીકત મળેલ છે કે આજ રોજ નર્મદા નદી મારફતે મહારાષ્ટ્ર રાજ્ય ના અઠ્ઠી ગામના સેલિયાભાઈ દખનિયભાઈ વસાવે તથા ઉદેસિંગભાઈ સેલિયાભાઈ પાવરા રહે હરણખરી તા.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)ના માણસો બોટ(નાવડીમા)ઈંગ્લીશ દારૂ નો જથ્થો લઈને આવનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ તા. 28/02/2022 ના રોજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા ઈંગ્લીશ દારૂ તથા બોટ/નાવડી સાથે કુલ કિંમત રૂપિયા 3,04,100/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ધી પ્રોહિ કલમ -65 એઈ.98(2)81 મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી-(૧)દાપકયાભાઇ વન્યાભાઇ વસાવે ઉ.વ.32 રહે.અઠ્ઠી તા.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)પકડવાના બાકી આરોપીઓ-(૧)તેજીયાભાઈ નૂરપાભાઈ પાળવી રહે.અઠ્ઠી તા.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)(૨)સેલિયાભાઈ દખનિયભાઈ વસાવે રહે.અઠ્ઠીત.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર) (૩)ઉદેસિંગભાઈ સેલિયાભાઈ પાવરા રહે.હરણખરી તા.ઘડગામ જી.નંદુરબાર(મહારાષ્ટ્ર)કબજે કરવામાં આવેલ મુદ્દામાલ(૧)ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ના માઉન્ટ 6000 ફાઇન સ્ટ્રોંગ બિયર 500મી.લી. ના જેની પેટીઓ નંગ19 જેમાં કુલ બિયર નંગ 456 જેની કુલ કિંમત રૂપિયા 45,600/-(૨)ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ ના બોમ્બે સ્પેશિયલ વહીસ્કી 180 મી.લી.ના પલાસ્ટિક ના કવાટરીયા ની પેટીઓ નંગ29 જેમાં કુલ કવાટરીયા નંગ 1450 જેની કુલ કિંમત રૂપિયા 1,88,500/-(૩)ફાયબરની નાવડી (હોડકુ) કી. રૂપિયા 70,000/- સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારીઓ શ્રી સી.ડી.પટેલ તથા એ.એસ.આઈ.મીઠીયાભાઈ બલસિંગભાઈ તથા અ. હે.કો.ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં. 394 તથા અ.હે.કો.કિરીટભાઈ મકનભાઈ બ.નં.007તથા અ. પો.કો.અનિલભાઈ લીલાભાઈ બ.નં.167તથા આ.પો.કો.રાકેશભાઈ રાયસિંગભાઈ બ.નં.328 વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી કામગીરી કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here