સુરત શહેરના રાંદેર પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલ્યો..

સુરત, દિપ મહેતા :-

સુરત શહેરમાં વધુ એક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી! અજાણી મહિલાની લાશનો ભેદ રાંદેર પોલીસે ઉકેલાયો..

સુરત શહેરમાં 13મી ફેબ્રુઆરીએ મળી આવેલી બિનવારસી લાશનો ભેદ ઉકેલાયો, સાવ નજીવી બાબતમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો.
સુરત શહેરના શ્રમજીવી પરિવારમાંથી આવતા અને ફૂટપાથ જિંદગી જીવતા એક મહિલાની લાશ રાંદેર વિસ્તારમાંથી મળી હતી પણ કોઈ ઓળખ ન થઈ હતી પરંતુ મૃતક મહિલાનો ભાઈ વતનથી આવતા મામલાનો પર્દાફાશ થયો જેમાં મીલની હત્યા બીજા કોઈ નહી પણ તેમના ગામથી ભગાડી ને લાવેલ પ્રેમીએ મહિલાની હત્યા કરી હતી,
મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમીકાની કરી હત્યા સુરત શહેરમાં ઘરના ઝઘડા અને પ્રેમી પ્રેમિકાની ઝગડામાં હત્યાનો ગ્રાફ પણ વધી થયો છે ત્યારે રાંદેરમાં રૂ.2 હજાર મામાને ઉછીના આપવાની માથાકૂટમાં પ્રેમીએ પ્રેમીકાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
બનાવની વિગતો એવી છે કે ગત 13મી ફેબુઆરીએ રાત્રે રાંદેર રામનગર ભિક્ષુકગૃહની પાછળથી મહિલાની લાશ મળી હતી. શરૂઆતમાં લાશની ઓળખ થઈ શકી ન હતી. જેથી પોલીસ અલગ અલગ દિશામાં તપાસ આદરી હતી બાદમાં બનાવના  5 દિવસ પછી જે મહિલાની હત્યા થઈ હતી તેનો ભાઈ વતનથી મકાઈ આપવા આવ્યો હતો. સવારે બહેન ઝૂંપડામાં ન મળતાં ભાઈ સાંજે પાછો આવ્યો છતાં બહેન ન મળતા દુકાનદારને વાત કરી હતી.
દુકાનદારે કહ્યું કે ઝુપડામાં જે મહિલા રહેતી હતી તેની હત્યા થઈ ગઈ છે અને તેની સાથે રહેતો ઈસમ પણ ગાયબ છે.આથી ભાઈ અને પરિવારના સભ્યો સાથે હોસ્પિટલમાં લાશની ઓળખ કરી હતી..
મહિલાની લાશ મળી ના 5 દિવસ બાદ વતનથી આવેલા ભાઈ ઓળખ કરી  ભાઈ વતનથી આવતા પોલીસે આ મામલે લાશની ઓળખ માટે લઈ ગયા હતા ત્યારે પોતાની બહેનની લાશ હોવાનું જણાવ્યું હતું
સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો.
પરિવારની પૂછપરછ આધારે મહિલાનું નામ સીતા હતું. બાદ પોલીસ ને પોતાના ભાઈ આપવીતી જણાવી હતી સીતાને ગામમાં રહેતો રાકેશ સંગાડા ભગાડી લાવ્યો હતો. બન્ને રાંદેરમાં ફુટપાથ પર ઝૂંપડામાં રહી મજૂરી કરતા હતા. મૃતક સીતાના મામાએ અગાઉ હત્યારા રાકેશ પાસેથી 10 હજાર ઉછીના લીધા હતા અને તે રકમ આપી ન હતી ઉપરથી સીતાના મામાએ બીજા 2 હજારની રકમ માંગણી કરી હતી. જે બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રાંદેર પોલીસે હત્યારા રાકેશ સંગાડાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here