નસવાડી : અપહરણના ગુનામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને નસવાડી પોલીસે ઝડપી પાડ્યો…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

શિવરાત્રી ના મેળામાંથી પોલીસે આરોપીને દબોચ્યો

નસવાડી પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષથી અપહરણ ના ગુના માં વોન્ટેડ આરોપીને પકડી પાડી તથા ભોગ બનનાર તથા તેમની બે વર્ષની બાળકી સાથે શોધી કાઢતી નસવાડી પોલીસ તણખલા(સાંકળ) ગામે મહા શિવરાત્રીનો મેળો હોવાથી મેળાના બંદોબસ્તમાં પોલીસ તૈનાત હતી તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળે કે નસવાડી પો.સ્ટે/ગુ.ર.નં.૩૮/૨૦૧૮ ઈ. પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબ ના ગુના ના કામે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુરેશભાઈ બચુભાઈ તડવી રહે.કસુંબિયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા સગીર વયની ભોગ બનનાર તથા તેમની ઉ.વ.૦૨ ની બાળકી સાથે મેળામાં આવનાર બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે અલગ અલગ જગ્યાએ તપાસ વોચ માં રહી આરોપી ને પકડી પાડી તથા ભોગ બનનાર ને તેઓની બે વર્ષની દીકરી સાથે શોધી કાઢતી નસવાડી પોલીસ તથા એલ.સી.બી સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી આ કામગીરીમાં નસવાડી પોલીસ સ્ટેશન ના પો.સ.ઈ સી.ડી પટેલ તથા એલ.સી.બી સ્ટાફ તથા એ.એસ.આઈ દિનેશભાઈ બચુભાઈ બ.નં.૩૫૯ તથા અ.હે.કો પ્રકાશભાઈ રામસિંગભાઈ બ.નં.૦૮ તથા આ.પો.કો.ચિરાગભાઈ રમણભાઈ બ.નં.૦૧૧૯ નાઓ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here