બાબરા પંથકમાં છેલ્લા ૫ દિવસથી ધીમી ધારે વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાબરાના ભીલા ગામે ઠેબી નદીનો ડેમ ભરાતા સર્વનીયુ ફુટતા સતત તાજા નીર વહી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં હાલ સર્વાત્રીક વરસાદ પડી રહ્યો છે. સતત ૫ દિવસથી વરસાદ પડી રહ્યો છે.નદી નાળાઓ ચલકાયા છે. ત્યારે બીજી બાજુ હવામાન ખાતુ હજુ વધારે વરસાદની આગાહી આપી રહ્યું છે. ત્યારે અમરેલી જીલ્લામાં પણ આજે પાંચમાં દિવસે મેધરાજા મન મુકીને વરસી રહ્યા છે. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તાલુકાના ચમારડી, વલારડી, ચરખા, ઉંટવડ, કોટડાપીઠા, ઘુઘરાળા, ગમા પીપળીયા, ત્રંબોડા, નડાળા, રાણપર, મોટા દેવળીયા, ધરાઈ, વાવડી, કુંવરગઢ, પીર ખીજડીયા, ઇંગોરાળા, ભીલા, ભીલડી, ખાખરીયા, દરેડ, કરીયાણા, લુણકી, હાથીગઢ, વાંડળીયા, સહિતના ગામોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. નદી નાળાઓમાં નવા નીરની આવક થઇ રહી છે. સારા વરસાદના કારણે ખેડુતોમાં આંનદ પણ છે અને બીજી બાજુ ઉપાધીમાં પણ જોવા મળી રહ્યા છે. કારણ કે જો ધીમી ધારે વરસાદ શરૂ રહેશે તો ઉગેલા પાકોને નુકસાની થવાનો ભય ઉભો થવાની સંભાવના છે.
બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે ભીલા ગામે આવેલા ઠેબી નદીનો ડેમ ભરાતા સર્વનીયુ ફૂટતા સતત તાજા નીર વહી રહ્યા છે. આ ડેમમાં એકદમ ચોખુ પાણી વહી રહ્યું છે. ત્યારે ડેમ ભરાતા ગ્રામ લોકો ચોખા નીર જોવા માટે ગયા હતા. સાથે ગામમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here