ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી હર્ષોઉલ્લાસથી ઉજવણી કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઐતિહાસિક ધાર્મિક શીવનગરી સિદ્ધપુરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવજીની ગજરાજ ઉપર શાહી સવારી શોભાયાત્રા રાજમાગો ઉપર નીકાળવામાં આવી હતી જેમાં મોટીં સંખ્યામાં શિવભક્તો ઉમટી પડયા હતા જેમાં જોગી આયા,હર હર મહાદેવ,શિવ શંભુ,બમ બમ ભોલે,ભારત માતાકી જયના નાદ થી સમગ્ર ભૂમંડળ શિવમય બનીગું હતું.

તેમજ ઐતિહાસિક શ્રીસ્થલી ભોલેનાથની નગરી સિદ્ધપુરમાં સમસ્ત સનાતની હિન્દુ સંસ્કૃતિના ઇષ્ટદેવ ભગવાન શિવજીનો પ્રિય તહેવાર એવો મહાશિવરાત્રિનો મહાપર્વ ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો.શહેરના પ્રાચીન સ્વયંભૂ મહાદેવ (શિવજી) ની પાલખી યાત્રા નીકળી હતી જેમાં ગજરાજ પર સ્વયંભૂ ચતુર્ભુજ યોગમુદ્રા વાળી શિવજીની પ્રતિમા બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા નીકાળામાં આવીહતી.દેવતાઓના મોસાળ ગણાતા સિદ્ધપુર શહેરમાં નીકળેલ શોભાાત્રામાં શહેરના નાગરિકો સહીત તાલુકામાંથી હજારોની શાંખ્યમાં શિવભક્તો ભગવાન શિવના વરગોડામાં હર્ષોઉલ્લાસી જોડાયા હતા.
ભગવાન શિવજીની આ શોભાયાત્રા પ્રાચીન પવિત્ર બિંદુસરોવરના પ્રાંગણમાં શ્રીનિલકંઠેશ્વર મહાદેવ, શ્રીવાલ્કેશ્વર મહાદેવ, શ્રીસિદ્ધેશ્વર મહાદેવની, શ્રીબ્રહ્માંડેશ્વર મહાદેવની પાલખીઓ વિદ્વાન ભૂદેવો દ્વારા પિતામ્બર ધારણ કરી પ્રસ્થાન કરાયું હતું આ શોભાયાત્રાના આગળના ભાગમાં નિશાન ડંકો, ઊંટસવારી,બેન્ડબાઝા અને ડીજે ના તાલે વિવિધ રંગબેરંગી પોશાક ધારણ કરી શણગારેલ અશ્વો (ઘોડા) લગભગ ૨૦૦ જેટલા જેના ઉપર નાના બાળકો અશ્વ(ઘોડા) ઉપર સવાર થયા હતા અને મધ્યમાં ગજરાજ ઉપર સવાર થઇ સ્વયં શિવજી બિરાજમાન થયા હતા આ શોભાયાત્રામાં હર હર મહાદેવ, નગર મે જોગી આયા,બમબમ ભોલે ના નાદથી સમગ્ર ભૂમંડળ ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શિવ મહિમ્ન સ્તોત્ર,શિવ આરાધના સ્તોત્ર, શીવ માનસ પુજા,સાઉન્ડ માઈક દ્વારા પઠન કરવામાં આવ્યું હતું.
આ શોભયાત્રામાં સાધુ સંતો તથા મોટી સંખ્યામાં નગરજનો તેમજ આજુબાજુના ગામડાઓ માંથી શિવભક્તો ખુબજ મોટી સંખ્યામાં જોડાયા હતા આ વરઘોડો પવિત્ર બિંદુસરોવરથી મમ્માદેવી, અફીણગેટ,પથ્થર પોળ,વહેવર વાડો,અલવાનો ચકલો,પશુવાદળની પોળ થઇ ઐતીહાસીક રુદ્રમહાલય,દરબાર ગઢ,મંડી બજાર, ધર્મચકલા થઇ બ્રાહ્મણીયાનીયા પોળ શ્રીનીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવી પહોંચા ત્યાં બાપાની પાલખીઓમાં બિરાજેલ બાપાની ચરણ પાદુકાઓનું પૂજન બાદ આરતી કર્યા બાદ આ શોભાયાત્રા નું સમાપન કરાયું હતું.શિવરાત્રીના વરઘોડા(શોભાયાત્રા)નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ સેવાકીય સંગઠન યુવકમંડળો વેપારી મંડળો દ્વારા સરબત તથા લીંબુપાણીના ટેન્ટો દ્વારા યાત્રિકોને જલપાન કરાવ્યું હતું .ત્યાર બાદ શહેરના વિવિધ શિવાલયોમાં રાત્રીના ચારેય પ્રહરની પૂજામાં સિદ્ધપુરના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દવારા શાત્રોક્ત વિધિવિધાનથી સોળસોપચાર પૂજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here