નર્મદા નદીમાં ઘોડાપુર આવતા 2317 લોકોનું સ્થળાંતર કરાયુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પાણી માં ફંસાયેલા 80 લોકો નુ NDRF અને SDRF ની ટીમો એ રેસક્યું હાથ ધરી સલામત સ્થળે ખસેડાયા

સરદાર સરોવર નર્મદા ડેમ માથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી માં ઘોડાપુર આવતા નદીકાંઠે ના નીચાણ વાળા નાંદોદ તાલુકા, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકા ના ગામો માં ભારે તારાજી સર્જાઈ હતી, નર્મદા ના નિર ખેતરો સહિત સહિત ગામો માં પણ ફરી વળ્યા હતા જેથી લોકો ને પોતાના ગામ છોડી અન્યત્ર સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

તિલકવાડા તાલુકાના રેંગણ, વાસણ, વડીયા કાલાઘોડા, ચુડેશ્વર, કામસોલી,નલિયા, વરવાડા સહિત ના અન્ય ગામો ના લોકો એ સ્થળાંતર કર્યું હતું. ગરુડેશ્વર તાલુકા ના કેવડિયા , સાંજરોલી, અક્તેશ્વર, ગરૂડેશ્વર માં પાણી ભરાયાં હતાં , જ્યારે નાંદોદ તાલુકાના રામપરા, માંગરોલ, સહિત ના અન્ય ગામો માં લોકો ભારે હાલાકી માં મુકાયા હતા.

નર્મદા જિલ્લા માથી કુલ 2317 લોકો નું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમા નાંદોદ તાલુકા માંથી 203 તિલકવાડા તાલુકા માથી 1647 અને ગરૂડેશ્વર તાલુકા માથી 440 લોકો ને સ્થળાંતર કરાવ્યું હતું.

આ ઉપરાંત NDRF અને SDRF ની ટુકડીઓ એ રેસ્ક્યું ની કામગિરી કરી ને બોટ મારફતે જીલ્લા માથી 80 લોકો નું રેસ્ક્યુ હાથ ધરી સલામત સ્થળે ખસેડયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here