છોટાઉદેપુર તાલુકાના ભોરદલી અને ખડકવાડા વચ્ચે વલવાઇ કોટર ઉપરનો કોઝવે ધોવાતા રસ્તો બંધ થયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામો જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જ્યાં આગળ વલવઈ કોતર માં પાણી આવતા ભોરદલી અને ખડકવાડા ગામ વચ્ચે બનાવવામાં આવેલો કોજવે ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો ભારે વરસાદના કારણે વલવાઈ કોતરમાં ધસમસતા આવ્યા હતા અને બે ગામ વચ્ચે કોતર (નદી)માં બનાવવામાં આવેલો કોઝવે ધોવાઈ ગયું હતું અને વાહન વ્યવહાર તથા અવરજવર બંધ થઈ ગઈ હતી ભારે વરસાદ થતાં ગ્રામીણ વિસ્તારોમાં પણ જનજીવન ખોરવાઈ ગયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર ખડકવાડા અને ભોરદલી ગામ વચ્ચેથી પસાર થતા વલવાઇ કોતર તૂટેલું હોય જ્યા ઉપર માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું અને રસ્તો ચાલુ હોય પરંતુ આજ રોજ અચાનક પાણી આવતા ધોવાઈ ગયું હતું. આ કોઝવે ધોવાતા ભોરદલી, ખડકવાડા, બાલાવાડ, ઓઢી, રજૂવાંટ, જેવા 7 ગામોને અવરજવરમાં ભારે તકલીફ પડશે. હાલમાં બન્ને ગામ વચ્ચે આવેલો રસ્તો બંધ છે. જ્યારે 10 થી 12 હજાર જેટલા લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ થતા ગ્રામીણ વિસ્તારોમાં કોતર ઉપર બનાવવામાં આવેલ કોઝવે ધોવાઈ જતા હોય છે તાજેતરમાં છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામના પણ ભોજવે ધોવાઈ ગયા હતા ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધસમસતા પાણી આવતા ભારે નુકસાન થઈ રહ્યું છે બાંધકામ નવું હોય કે જૂનું પરંતુ તેની તપાસ કરી તેની ગુણવત્તા તપાસવી તંત્ર માટે જરૂરી થઈ પડે છે જેથી ચોમાસા દરમિયાન નુકસાન થાય નહીં અને પ્રજાને અગવડો પડે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here