નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાંથી 1. 42 લાખ કયુસેક પાણીની આવક થતાં સાંજે 6-00 કલાકે જળસપાટી 137.04 મીટરે પહોંચી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા ડેમના 10 દરવાજા 2.33 મીટર સુધી ખોલાયા ડેમ ખાતેથી 2.33 લાખ કયુસેક પાણીની જાવક

વીજ ઉત્પાદન કરતા કેનાલ હેડ પાવર હાઉસના 5 અને રિવર બેડ પાવર હાઉસના 6 યુનિટ ધમધમતા કરાયાં

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજરોજ પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટીમા ઉતરોતર વધારો ઘટાડો નોંધાતો હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમ ઇન્દિરા સાગર ડેમ ડેમના વીજ મશીનો શરુ કરાતા નર્મદા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં ડેમ સાંજે 6-00 કલાકે 137.04 મીટરની સપાટીએ પહોંચ્યુ હતુ.

નર્મદા ડેમ ખાતે ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમ ઇન્દિરા સાગર ડેમમાથી પાણીની આવક થતાં જળસપાટીમા સતત વધારો અને ઘટાડો પણ નોંધાતો જોવા મળ્યો હતો. ડેમ ખાતે 142654 કયુસેક પાણીની આવક થતાં ડેમ ખાતેના વીજ મથકો શરું થતા રિવર બેડ પાવર હાઉસના 6 યુનિટ માથી 42378 કયુસેક પાણીની જાવક થઇ રહી છે.જયાંરે કેનાલ હેડ પાવર હાઉસના 5 યુનિટ શરુ કરી તેમાંથી 18851 કયુસેક પાણીની જાવક થઇ રહી છે, અને રોજની કરોડો રૂપિયાની વીજ ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 2.33 મીટર સુધી ખોલાયા હતા જેમાથી નર્મદા નદીમા પાણી છોડવાની ફરજ પડી હતી નર્મદા નદીમા દરવાજાઓ દ્વારા 171444 કયુસેક પાણી છોડાઇ રહયું છે જે જે નદીમા ભરુચ તરફ વહી રહ્યો છે. નર્મદા નદીમા ભારે માત્રામા પાણી છોડવાની ફરજ પડતા નર્મદા, ભરુચ સહિત વડોદરા જીલ્લાના નદી કાંઠેના ગામ સાબદા કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here