નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 135.40 મીટરે નોંધાઇ…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડેમ ખાતે પાણી ની આવક મા ધટાડો નોધાયો 72506 ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 102456 ક્યુસેક જેટલો પાણીનો આઉટફ્લો

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ નર્મદા નદીમા પુર આવવાની કોઇજ સંભાવના નથી

નર્મદા ડેમ ખાતે આજરોજ સાજે 6-00 ઉપરવાસમાં થી આવતા પાણીની આવકમા નોંધપાત્ર ઘટાડો થયો છે. ડેમ ખાતે ઇનફલો કરતા આઉટ ફલોનુ પ્રમાણ વધારે હોવાનું જાણવા મળ્યું છે.

આજરોજ સાંજે 6-00 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ડેમની જળસપાટી 135.40 મીટરે નોંધાયેલી છે. આ સમયે 72506 ક્યુસેક જેટલો પાણીનો ઇન્ફલો છે અને 102456 ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો છે.

હાલમાં નર્મદા ડેમના 23 દરવાજામાંથી 10 દરવાજા 0.60 મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યાં છે, જેને કારણે દરવાજામાંથી 41918 ક્યુસેક જેટલો પાણીનો ફલો ભરૂચ તરફ વહી રહ્યો છે. સાથે વીજ ઉત્પાદન કરતા રીવર બેડ પાવર હાઉસ નો પાણી પણ નર્મદા નદી મા વહી રહ્યો છે.

રિવરબેડ પાવર હાઉસના 6 યુનિટ 200 મેગાવોટની કેપેસીટી સાથે 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી રહ્યા છે, જેના કારણે 42837 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ ભરૂચ તરફ વહી રહ્યો છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 4 યુનિટ કાર્યરત હોવાથી 200 મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને તેના કારણે 17701 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ મુખ્ય કેનાલ તરફ વહી રહ્યો છે.ઇન્ડિયન મિટિઓરોલોજીકલ વિભાગની આગાહી મુજબ આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદની કોઇ આગાહી ન હોવાથી નર્મદા નદીમાં પૂર આવવાની કોઇ શક્યતા જણાતી નથી, તેવી જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજજર તરફથી પ્રાંપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here