રાજકોટ શહેરમાં કલેકટરના નામે નકલી પાસ કાઢવાનો કિસ્સો સામે આવ્યો….

રાજકોટ,
વિનુ ખેરળીયા

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.જેના કારણે lockdown જાહેર કરવામાં આવ્યું છે.જ્યારે લોકડાઉનમાં જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ કે મેડિકલ ઈમરજન્સી શિવાય બહાર નિકળતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.ત્યારે આજે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે,કલેકટર તંત્ર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા પાસની નકલ કરી કેટલાક લોકોએ બોગસ પાસ બનાવવાનું શરૂ કર્યું હતું, અને એ પાસ ગળામાં કે પછી પોતાના વાહન પર લગાવી અમુક લોકો ગામમાં લટાર મારવા નીકળી પડતા હતા, પરંતુ ગત રોજ એ બનાવતી પાસની વિગત બહાર આવતા રખડતા-ફરતા વ્યક્તિની ગંભીરતા પૂર્વક પૂછ પરછ કરવામાં આવી ત્યારે પાસ બનાવટી હોવાનો ખુલાસો થયો હતો.

જ્યારે આ અંગેની વ્યાપક ફરીયાદો કલેકટર રેમ્યા મોહન સુધી પહોંચતા તેમણે શહેર-૨ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને આ અંગેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here