નર્મદા ડેમની જળસપાટી 130 .04 મીટરે પહોચી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તા 26 મી ના રોજ 1 લાખથી 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવસેની જાહેરાત મુલતવી !!

વીજ ઉત્પાદન કરતા RBPH નુ 200 મેગાવોટનુ ટર્બાઇન શરુ કરાયુ

ડેમ ખાતે 93594 કયુસેક પાણીની આવક થતાં વીજ ઉત્પાદન માટે 24980 કયુસેકનુ આઉટફલો

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાથી પાણી છોડતા નર્મદા ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે સાંજના 7-00 કલાકે નર્મદા ડેમની જળસપાટીમા 130.04 મીટરે નોધાઇ હતી. જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગતરોજ મોડી સાંજે ડેમમાથી 1 લાખ કયુસેકથી પણ વધુ 2 કયુસેક સુધી પાણી છોડવાની સુચના જાહેર કરાઇ હતી જે સંજોગોવસાત બંધ રાખી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા ડેમમા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમ માથી પાણી છોડતા આજરોજ સાજે 7-00 કલાકે ડેમની જળસપાટી 130.04 મીટરે પહોંચી છે. ડેમ ખાતે હાલ 93594 કયુસેક પાણીની આવક થતાં વીજ ઉત્પાદન માટે ટર્બાઇન ચાલુ કરી 25980 કયુસેક પાણીનુ આઉટફલો થઇ રહ્યો છે. RBPH ના ટર્બાઇન શરું કરી 200 મેગાવોટ વીજળીનુ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગતરોજ મોડી સાંજે ડેમ માથી નર્મદા નદીમા 1 લાખથી પણ વધુ 2 લાખ કયુસેક પાણી છોડવામાં આવસેની નિગમ દ્વારા જાહેરાત કરાઇ હતી જેને મુલતવી કેમ રખાઇ તેની કોઈ જાહેરાત નિગમ દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી, પરંતુ ડેમ માથી નર્મદા નદીમા પાણી છોડાયું નહોતું, જેથી સોને આશ્ચર્ય થયું હતુ. તેમ છતાં પણ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાંદોદ,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના નદી કિનારે ના ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ભરૂચ જીલ્લા સહિત વડોદરા જીલ્લાના નર્મદા કાંઠાના ગામ પણ એલર્ટ કરવાની સુચના તંત્રને અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here